ત્રિપલ તલાક બિલ પાછું ખેંચો, વલસાડમાં મુસ્લિમ સમાજની મહિલાઓની વિશાળ રેલી

સોમવાર, 12 માર્ચ 2018 (14:19 IST)

Widgets Magazine
triple talaq


વલસાડ ખાતે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા વિશાલ રેલી યોજવામાં આવી હતી. શરીયત કાયદામાં કોઈ ફેરફાર ન કરવાની માંગ સાથે ત્રિપલ તલાકનો મહિલાઓએ વિરોધ કર્યો હતો. અને ક્લેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગ બુલંદ બનાવી હતી. વલસાડ શહેર તથા તાલુકાની મુસ્લિમ મહિલાઓએ મુસ્લિમ મહિલાઓએ પ્રસ્તાવિત કાનૂનો વિરોધ કર્યો હતો. અને વિશાળ રેલી સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માંગ કહેવાયું હતું કે, જે લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્યાવનો અને બુધ્ધિજીવીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર ઉતાવળે આ કાયદો પસાર કરાવવામાં આવ્યો છે.

આ બીલનો મહિલાઓએ વિરોધ કરતાં આવેદનપત્રમાં કહ્યું હતું કે, આ મહિલાઓના અધિકારની વિરુધ્ધમાં છે. મુસ્લિમ મહિલાઓએ આવેદનપત્રમાં કહ્યુંહતું કે, જોઈન્ટ પાર્લામેન્ટરી પ્રવચન દરમિયાન મુસ્લિમ સ્ત્રીઓ માટે કહેલા શબ્દો 'મુસ્લિમ વુમેન્સ વેર કેપ્ચર્ડ પોલીટીકલ કોઝ એન્ડ ધીસ બીલ વીલ ઈમેન્સીપેટ ધેમ એન્ડ ગીવ લાઈ હોનર એન્ડ ડિગનીટી' આ શબ્દોથી મહિલાઓને આઘાત લાગ્યો છે. જે લઘુમતિ સમાજ પર સીધો શાબ્દિક પ્રહાર છે. જેથી મહિલાઓએ માંગ કરતાં આવેદનપત્રમાં કહ્યું કે આ શબ્દો પ્રવચનમાંથી દૂર કરવા જોઈએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિ યાજ્ઞિકને રાજ્યસભાની ટિકીટ મળતાં મહિલા કોંગ્રેસમાં ભંગાણ, પ્રમુખનું રાજીનામું

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડૉ. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ...

news

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 55 કાસ્ટોડિયલ ડેથના કેસ, સૌથી વધુ અમદાવાદમાં

એક RTIના જવાબમાં સ્ટેટ હ્યુમન રાઇટ કમિશને જવાબ આપતા રાજયની જેલોમાં ૨૦૧૭ના એક વર્ષમાં જ ૫૫ ...

news

જાણો કયા મુદ્દે વિધાનસભામાં ગુજરાત સરકારે જ મોદી સરકારનો પરપોટો ફોડયો

મોદી સરકાર કોંગ્રેસ દ્વારા આરોપ મૂકાતો રહ્યો છેકે,યુપીએ સરકારની મોટાભાગની સરકારી યોજનાના ...

news

જ્ઞાતિવાદનું રાજકારણ ખેલાયું,પાટીદારો કોરાણે મૂકાયા, નારણ રાઠવા અને અમિ યાજ્ઞિક કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારો

ભાજપે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાને રિપિટ કર્યાં છે.બીજી ...

Widgets Magazine