શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (13:59 IST)

અમિ યાજ્ઞિકને રાજ્યસભાની ટિકીટ મળતાં મહિલા કોંગ્રેસમાં ભંગાણ, પ્રમુખનું રાજીનામું

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડૉ. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેને કારણે વર્ષોથી સંગઠનમાં જોડાયેલ મહિલા આગેવાનોએ પક્ષ સમક્ષ અન્યાયની લાગણી વ્યકત કરી. તેમજ વિરોધ સ્વરૂપે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. મહિલા કોંગ્રેસે અમી બેનનો વિરોધ કરતા કહ્યું કે, તેઓ મહિલા કોંગ્રેસના નથી કે નથી સંગઠનનું કામ કર્યું. દરેક મોરચે મહિલા કોંગ્રેસની બહેનોએ સખત કામગીરી કરી છે અને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો માટે જાહેર કરેલા બે ઉમેદવારોમાં એક પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા આદિવાસી નેતા છે. જ્યારે બીજા અમી બેન યાજ્ઞિક છે. અમી બેન વ્યવસાયે વકીલ છે. આમ કોંગ્રેસે એક મહિલા અને એક આદિવાસી નેતાની પસંદગી કરી છે.