જાણો કયા મુદ્દે વિધાનસભામાં ગુજરાત સરકારે જ મોદી સરકારનો પરપોટો ફોડયો

સોમવાર, 12 માર્ચ 2018 (12:39 IST)

Widgets Magazine
vidhansabha


કોંગ્રેસ દ્વારા આરોપ મૂકાતો રહ્યો છેકે,યુપીએ સરકારની મોટાભાગની સરકારી યોજનાના માત્ર નામ બદલી ભાજપે પોતાના નામે યોજનાઓ શરુ કરી દીધી છે પણ એનડીએ સરકાર આ વાત માનવા રાજી નથી પણ ખુદ ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં આવી જ એક યોજના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છેકે, કોંગ્રેસના શાસન વખતે શરૃ કરાયેલી રાજીવ ગાંધી ખેલ અભિયાન યોજનાનું નામ બદલી ખેલો ઇન્ડિયા કરી દેવાયુ છે.

દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા બાદ નરેન્દ્ર મોદીએ ડૉ.મનમોહનસિંઘના વખતમાં શરૃ થયેલી અનેક સરકારી યોજનાના નામો જ બદલી નાંખ્યા છે જેમ કે,નિર્મલ ભારત અભિયાનનુ નામ બદલી સ્વચ્છ ભારત અભિયાન,ઇન્દિરા આવાસ યોજનાને પ્રધાનમંત્રી આવાસ યોજના નામ અપાયુ છે.જનઔષધિ સ્કિમને પ્રધાનમંત્રી જનઔષધિ યોજના,સ્વાવલંબન યોજનાને અટલ પેન્શન યોજના નામ આપી દેવાયુ છે.આવી ઘણી સ્કિમો ભાજપે પોતાના નામે કરી દઇને વાહવાહી લૂંટી છે. ગુજરાત વિધાનસભામાં માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે એવો પ્રશ્ન પૂછ્યો કે,રાજીવ ગાંધી ખેલ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને કોઇ ગ્રાન્ટ આપી છે તેના જવાબમાં સરકારે ખુદ એ વાતનો ખુલાસો કર્યો છેકે, આ યોજનાનુ નામ બદલાયુ છે. આ યોજનાનું નામ હવે ખેલો ઇન્ડિયા થયુ છે. અત્યાર સુધી ભાજપના સત્તાધીશો પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજના પોતાની જ હોવાનો દાવો કરતા હતાં પણ હવે આ વાતનો પરપોટો ફુટી ગયો છે. કોંગ્રેસની યોજનાઓના પુન: નામ આપી યોજનાઓનુ માર્કેટિંગ કરવામાં આવી રહ્યુ છે. એક તરફ, ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમોટ કરવા વાયદા વચનો આપવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ,મોદી સરકારે ગુજરાતને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રાન્ટ રૃપે કાણી પાઇ આપી ન હતી. દર વર્ષે ગુજરાતમાં ખેલ મહાકુંભના નામે લાખો કરોડોનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે પણ હજુય રમતગમત ક્ષેત્રમાં ગુજરાત ઝાઝુ કાઠુ કાઢી શક્યુ નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિધાનસભા ગુજરાત સરકાર મોદી સરકાર ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જ્ઞાતિવાદનું રાજકારણ ખેલાયું,પાટીદારો કોરાણે મૂકાયા, નારણ રાઠવા અને અમિ યાજ્ઞિક કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારો

ભાજપે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયાને રિપિટ કર્યાં છે.બીજી ...

news

તો શુ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાબેન છોડી રહી છે શો.. જાણો કારણ

ટીવીની પૉપુલર કોમેડી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનુ પત્ર ભજવનારી એક્ટ્રેસ ...

news

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, જાણો આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

નાસિકથી શરૂ થયેલ ખેડૂતોની 200 કિલોમીટરની પગપાળા યાત્રા રવિવારે મુંબઈ પહોંચી ચુકી છે. ...

news

Gorakhpur Election- ઉત્તરપ્રદેશમાં બે લોકસભાની બેઠકો પર મતદાન, મુખ્યમંત્રી યોગીની પ્રતિષ્ઠાને દાવપેચ

ઉત્તર પ્રદેશ અને બિહારની ત્રણ લોકસભાની બેઠકોમાં રવિવારે સવારે મતદાન શરૂ થઈ ગયું છે. ...

Widgets Magazine