૮ માર્ચે જન્મેલી દીકરીને ગુજરાત સરકાર પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો આપશે

બુધવાર, 7 માર્ચ 2018 (12:37 IST)

Widgets Magazine
womens day


'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ૮ માર્ચે છે ત્યારે તેની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૃપે ૮ માર્ચે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને 'નન્હી પરી અવતરણ' તરીકે વધાવી લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી સિવીલ હોસ્પિટલ-અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોલા સિવીલ હોસ્પિટલ જઇને ૮ માર્ચે જન્મેલી દીકરીના પરિવારજનોને એકતરફ લક્ષ્મીજી, બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, અર્પણ કરશે. જેની સાથે ગુલાબનું ફૂલ, મીઠાઇ, ઝભલું, ટોપી, મોજાં, સાબુ સાથે મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને વધાવશે. આ જ રીતે વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી મંડળના સભ્યો સમગ્ર સવારે ૮ થી ૯ દરમિયાન રાજ્યમાં અલગ-અલગ હોસ્પિટલોમાં જઇને દીકરીના અવતરણના ઓવારણા લેશે. ૮ માર્ચે બપોરે ૨ વાગ્યાથી મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું મહિલા સંમેલન યોજાશે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની સ્વસહાય જૂથની બહેનોને સાત મારૃતિ ઇકો વાનની ચાવી અર્પણ કરાશે. ૧૩ જિલ્લા, ૧૩ તાલુકામાં આજીવન ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત પરિવહન સેવા પૂરી પાડવા સરકારનું આયોજન છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કચ્છની ખારેકમાંથી હવે વાઈન બનશે, ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર, ખેડૂતોએ આબુ રોડ પર વાઈનરી સ્થાપી

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના ...

news

Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress

મહિલા દિવસ મતલબ મહિલાઓની આર્થિક રાજનીતિક અને સામાજીક સફળતાઓનો ઉત્સવ મનાવવાનો દિવસ. આ ...

news

શ્રીલંકા - સાંપ્રદાયિક હિંસા પછી આખા દેશમાં 10 દિવસની ઈમરજેંસી

શ્રીલંકાના કૈંડી જીલ્લામાં બે વિશેષ સમુહ વચ્ચે હિંસાના એક દિવસ પછી સાંપ્રદાયિક હિંસા પર ...

news

તમિલનાડુ - પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે ...

Widgets Magazine