નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

નાગપુર.| Last Modified સોમવાર, 11 જૂન 2018 (11:06 IST)
ભાજપા કાર્યકર્તા અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે અને મૃતદેહન જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મળતી માહિતી મુજબ ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર નાગપુરના આરાધના નગરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે કેટલાક અજ્ઞાત લોકોએ પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરી નાખી.

આ સભ્ય તેમના પત્ની મા અને પુત્ર-પુત્રી છે. એવુ કહેવાય રહ્યુ છે કે હત્યા સુનિયોજીત રીતે કરવામાં આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કોઈ લૂટપાટના ઈરાદે નથી કરી શકતા. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો :