શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (11:52 IST)

BMC: કિંગમેકરની ભૂમિકામાં કોંગ્રેસ, શિવસેના BJP સાથે તોડશે દોસ્તી

કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને શિવસેના કિંગમેકરની ભૂમિકામાં જોવા મળવાની છે. મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ શિવસેનાના મેયર પદ પર કબજો કરવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યુ છે 
 
સૂત્રો મુજબ નવ માર્ચના રોજ થનારા મેયરના ચૂંટણીના સમર્થનના બદલામાં તેણે કોંગ્રેસને ડિપ્ટી મેયરનુ પદ આપવાનુ વચન આપ્યુ છે. જો સમીકરણ એવા બને છે તો ફરી રાજ્ય સરકારમાં ભાજપા અને શિવસેનાની દોસ્તી પર ખતરો મંડરાય શકે છે. 
 
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે શિવસેનાના પ્રસ્તાવ પર વિચાર માટે વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. 
 
ભાજપામાં મંથન 
 
આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવાસ વર્ષા પર ગઈકાલે મોડી રાત્રે થયેલ ભાજપાની કોર કમિટીની બેઠકમાં નગર નિગમ ચૂંટણી પછીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને બીએમસીના વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો. 
 
બેઠક પહેલા મુંબઈ ભાજપાના અધ્યક્ષ આશીષ શેલારે કહ્યુ કે ભાજપા બીએમસીના પ્રશાસનમાં પારદર્શિતાના મુદ્દા પર સમજૂતી નહી કરે. તેમણે બીએમસીમાં કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની શક્યતાઓને નકારી દીધી. 
 
બીએમસી ચૂંટણીમાં ભાજપાને 82 સીટો મળી છે અને શિવસેના આજે ત્રણ નિર્દલીયોના સમર્થન સાથે 87ના આંકડા પર પહોંચી ગઈ છે. 227 સભ્ય નિગમમાં બહુમત માટે 114નો જાદુઈ આંકડો અડવો પડશે.