શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (10:59 IST)

મુંબઈમાં ત્રણ માળની બિલ્ડિંગ ઢસડી પડી 7ના મોત, અનેક લોકો ફંસાયા હોવાની આશંકા

દક્ષિણી મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ઢસડી પડી છે. આ ઈમારત જેજે ફ્લાઈઓવરની પાસે હતી. ઘટના સવારે 8 વાગીને 40 મિનિટ બતાવાય રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બિલ્ડિંગમાં 10-11 પરિવાર રહેતા હતા. કાટમાળમાં દબાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર બતાવાય રહી છે. ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ કાટમાળમાં 30-35 લોકોના દબાયેલા હોવાની આશંકા છે. જેમને કાઢવાનુ કામ સતત ચાલુ છે. 
 
આ વિસ્તારના ડીસીપી મનોજ શર્મા મુજબ ત્રણ લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. બાકીને કાઢવા માટે રાહત બચાવ કાર્ય સતત ચાલુ છે.  પ્રત્યક્ષદર્શી મુજબ કાટમાળમાં ઓછામાં ઓછા 100 લોકો દબાયેલા છે. એંબુલેસ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. 
 
નોંધનીય છે કે મુંબઇમાં સતત ભારે વરસાદને કારણે આખા શહેરમાં પાણી ભરાઇ ગયું છે. જોકે, ગુરુવાર સવારથી જ સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. આ ઇમાર સાઉથ મુંબઇના ડોંગરી વિસ્તારમાં હતી. ઇમારતમાં 11 પરિવારો રહેતા હતા.