શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 જુલાઈ 2020 (20:42 IST)

CBSE 10th Result 2020: સીબીએસએઈ 10માંં ધોરણના પરીણામમાં આ વખતે જોવા મળશે 5 નવી વાતો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સીબીએસઈનુ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે સીબીએસઇના પરિણામમાં 5 નવી વસ્તુઓ જોવા મળી રહી છે. આમાંની કેટલીક વસ્તુઓ છે જે દસમા ધોરણના વિદ્યાર્થીઓને રાહત આપવા જઈ રહી છે. કોરોના વાયરસ (COVID-19) રોગચાળાના સંકટને કારણે દેશ અને દુનિયામાં ઘણું બદલાય ગયુ છે. આવી સ્થિતિમાં CBSE બોર્ડના પરિણામો પર પણ કોરોનાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. કોરોના વાયરસને કારણે, સીબીએસઇએ આ વર્ષે બોર્ડના પરિણામોની રણનીતિમાં એકદમ પરિવર્તન કર્યું છે. સીબીએસઇના આ ફેરફારોને 5 નવી વાતોના રૂપમાં સમજી શકાય છે.
 
સીબીએસઈની 2020 પરિણામની 5 નવી વાતો  
 
1- વિદ્યાર્થીઓની માર્કશીટ પર ફેલ નહી લખવામાં આવે .
કોરોના વાયરસ સંકટને લીધે પ્રથમ વખત સીબીએસઇએ વિદ્યાર્થીઓની માર્કશીટ પર કોઈ પણ વિષયની સામે ફેલ શબ્દ ન લખવાનો નિર્ણય કર્યો છે. જે વિદ્યાર્થીઓના પરિણામ ખરાબ આવશે તેની માર્કશીટ પર, 'ફેલ' થવાને બદલે, વિદ્યાર્થીઓ 'રીપીટ' શબ્દ જોઈ શકાશે .
 
2 - મેરિટ લિસ્ટ બહાર પાડવામાં નહી આવે 
 
સીબીએસઇ 10 માં, 12માં ની પરીક્ષાઓ આ વર્ષે કોરોના વાયરસને કારણે પૂર્ણ થઈ શકી નથી. વિદ્યાર્થીઓનુ પરિણામ અસેસમેંટ સ્કીમ હેઠળ રજુ કરવામાં આવશે. આકારણી મૂલ્યાંકન યોજના હેઠળ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે, આ જ કારણ છે કે સીબીએસઈ બોર્ડ આ વખતે ટોપર્સ લિસ્ટ અથવા ઓલ ઈન્ડિયા લેવલે મેરિટ લિસ્ટ જાહેર કરી રહ્યું નથી.
 
3- 100% પરિણામવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: 
આ વખતે અસેસમેંટ સ્કીમને કારણે 100% ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ફક્ત ઉત્તર પ્રદેશના બે વિદ્યાર્થીઓએ લખનૌથી દિવ્યાંશી 
અને બુલંદશહરના તુષારસિંહે સીબીએસઈ 12 મા પરીક્ષામાં 100 ટકા માર્ક મેળવ્યાના સમાચાર સામે આવ્યા છે.  સીબીએસઇ ટોપર્સની યાદી બહાર પાડી  નથી, તેથી દેશભરમાં ટોપર્સની ટકાવારી જાણી શકાઈ નથી. સીબીએસઇ અનુસાર, વિદ્યાર્થીઓ આ વર્ષે 95% થી વધુ સ્કોર કરે છે જેની સંખ્યા 38 હજારથી વધુ હતી. સાથે જ  90 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 158000 ની નજીક હતી, જે પાછલા વર્ષોની તુલનામાં ઘણી વધારે છે. 
 
એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં સીબીએસઈની શાળાઓના પરિણામોએ આ વર્ષે 100 ટકા નોંધણી કરી છે, જે 10 મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. પરિણામ સારા હોવાને કારણે વિદ્યાર્થીઓ નિષ્ફળ થવાની સંભાવના ઘટાડે છે.
 
4- ડિજિલોકર પર માર્કશીટ મળી રહી છે.  
પરિણામ જાહેર કરતા પહેલા સીબીએસઇએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ આ પરિણામ જાહેર થતાંની સાથે ડિજિલોકર દ્વારા  તેમની માર્કશીટ મેળવી શકશે.