શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (11:08 IST)

અપનાવો ડિઝિટલ પેમેંટ અને જીતો ઈનામ, લકી ગ્રાહક યોજના લૉન્ચ

બજેટ પહેલા જ સરકારે રાહતોની જાહેરાતથી જનતાને પંપાળવાની કોશિશ શરૂ કરી દીધી છે. હવે નોટબંધીના નફા નુકશાન ગણાવવાને બદલે ડિઝિટલ પેમેંટને પ્રોત્સાહન આપવા માટે ઈંસેટિવ આપવા પર ફોકસ કરવામાં આવી રહ્યુ છે. જેથી જનતાને એ વિશ્વાસ થઈ જાય કે હજુ પણ આશા કાયમ છે. તેથી જ તો અત્યાર સુધી દેશમાં થઈ રહેલ કુલ લેવડ-દેવડનો ફક્ત 5 ટકા જ  ડિઝિટલ છે. તેને વધારવા માટે તમામ ઉપાય સરકાર કરી રહી છે. કોશિશ છે કે ડિઝિટલ ચુકવણી મતલબ લેવડદેવડને જનતા દિલથી સ્વીકારી લે અને રોકડ મુદ્દા પર નિર્ભરતા ઓછી રહે અને તેનો સશક્ત વિકલ્પ જનતા પાસે તૈયાર થઈ શકે. 
 
મતલબ ક્રિસમસથી આપણા સાંતા બાબાએ સામાન્ય લોકો અને વેપારીઓ માટે ભેટનો પિટારો ખોલવાનુ એલાન કરી દીધુ છે. ક્રિસમસના સો દિવસ સુધી ચાલનારી આ યોજના હેઠળ રોકડની આ ભેટ એમને મળશે જેમણે નોટબંધીના એલાન પછી ડિઝિટલ ટ્રાંજેક્શન કર્યુ છે. તેમા વેપારી અને સામાન્ય ગ્રાહકોનો પણ સમાવેશ છે. 
 
નીતિ આયોગના સીઈઓ મતલબ મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ ક્રાંતે આ ભેટની યોજનાનો ખુલાસો કરતા જણાવ્યુ કે આઠ નવેમ્બરથી 13 એપ્રિલ સુધી બેંકો દ્વારા થયેલ ટ્રાંજેક્શન માટે સરકાર મેગા પ્રાઈઝ મતલબ બંપર પુરસ્કાર આપશે. આ પુરસ્કાર રોજ અને સાપ્તાહિક ડ્રોમાં આપવામાં આવશે.  અમિતાભ કાંત મુજબ 14 એપ્રિલથી પહેલા સુધી મતલબ 13 એપ્રિલ સુધી સામાન્ય ડિઝી ગ્રાહકો માટે એક કરોડ, પચાસ લાખ અને પચ્ચીસ લાખના રોકડ પુરસ્કાર રાખવામાં આવશે. 
 
આ ઉપરાંત દુકાનદારો અને વેપારીઓ માટે પણ ઈનામની વ્યવસ્થા છે. મતલબ 50, 25 લાખ અને પાંચ લાખ રૂપિયાને રોકડ પુરસ્કાર મળશે. 
 
તાજેતરમાં જ શરૂ  કરવામાં આવેલ ડિઝીધન યોજના હેઠળ વેપારીઓ માટે દરેક અઠવાડિયે સાત હજાર પુરસ્કર આપવામાં આવશે. અધિકતમ ઈનામ 50 હજાર રૂપિયા રોકડ હશે. આમ ગ્રાહકો માટે સાપ્તાહિક પુરસ્કાર યોજના હશે જેમા એક લાખ દસ હજાર અને પાંચ હજાર રૂપિયાના રોકડ ઈનામ રહેશે. 
 
બીજી બાજુ દેશમાં રિટેલ પેમેંટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે બનાવેલ નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઈંડિયા મતલબ એનપીસીઆઈએ પણ અનેક લકી ડ્રો યોજનાઓનુ એલાન કર્યુ છે. નાની ચુકવણીને ડિઝિટલ રૂપમાં કરવા માટે પેટીએમને જોરદાર વિકલ્પ યૂપીઆઈ જેવા એપ્સને જનતા સુધી પહોંચાડવાના આંદોલનમાં લાગેલ એનપીસીઆઈએ કહ્યુ છે કે ક્રિસમસથી આગામી સો દિવસ સુધી રોજ 15 હજાર વિજેતાઓને હજાર હજાર રૂપિયાની રોકડ ઈનામ મળશે.  આ તમામ લકી ડ્રો પરિયોજનાઓને ફોકસ ડિઝિધન યોજના હેઠળ ડિઝિટલ લેવદ-દેવડ કરનારા ગરીબ અને મધ્ય વર્ગના ગ્રાહકોના સાથે નાના અને મધ્યમ વેપારીઓ પર થશે. જેથી નોટબંધીની મારનો સામનો કરી રહેલ આ લોકોને વધુમં વધુ ડિઝિટલ પેમેંટ સિસ્ટમ સાથે જોડી શકાય. મતલબ પારદર્શી વેપાર અને તરત સહેલાઈથી ચુકવણી.. વેપારી પણ ખુશ અને ગ્રાહક પણ....ઈનામ અલગથી મળશે.