બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (15:20 IST)

Chandra Shekhar Azad - ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદનો શહીદ દિવસ

આઝાદ, જેમણે ફક્ત 14 વર્ષની ઉંમરે જીવનનિર્વાહ માટે નોકરી શરૂ કરી હતી, કાશી ગયા અને 15 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું, અને લગભગ બધું છોડી દીધું અને ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો.
 
1921 માં, ફક્ત 13 વર્ષની ઉંમરે, સંસ્કૃત કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસે તેને જોઇન્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. જ્યારે મેજિસ્ટ્રેટે તેનું નામ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો - 'આઝાદ'. જ્યારે મેજિસ્ટ્રેટે પિતાનું નામ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો - સ્વતંત્રતા. મેજિસ્ટ્રેટે ત્રીજી વખત ઘરનું સરનામું પૂછ્યું, પછી તેણે જવાબ આપ્યો - જેલ.
 
તેનો જવાબ સાંભળ્યા પછી મેજિસ્ટ્રેટે તેને 15 ફટકોની સજા ફટકારી હતી. જ્યારે પણ તેમની પીઠ પર ચાબુક મૂકવામાં આવે ત્યારે તે 'મહાત્મા ગાંધી કી જય' કહેતા. થોડા જ સમયમાં તેમની આખી પીઠ પર લોહી વહી ગયું. તે દિવસથી 'આઝાદ' તેના નામ સાથે સંકળાયેલું હતું.
 
આઝાદને મૂળ સ્વરૂપે એક આર્ય સમાજી હિંમતવાન ક્રાંતિકારક તરીકે ઓળખવામાં આવે છે  એ વાત ભૂલાવી દેવામાં આવે છે કે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન પછની ક્રાંતિકારી પેઢીના સૌથી મોટા સંગઠનકર્તા આઝાદ જ હતા. ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ સહિત બધા ક્રાંતિકારી વયમાં કોઈ વધુ ફરક ન હોવા છતા આઝાદની ખૂબ ઈજ્જત કરતા હતા. 
 
એ દિવસોમાં ભારતવર્ષને કેટલીક રાજનીતિક અધિકાર આપવાની પુષ્ટિથી અંગ્રેજી હુકુમતે સર જૉન સાઈમનના નેતૃત્વમાં એક પંચની નિમણૂક કરી, જે સાઈમન કમીશન કહેવાઈ સમસ્ત ભારતમાં સાઈમન કમીશનનો જોરદાર વિરોધ થયો અને સ્થાન પર તેને કાળા ઝંડા બતાવવામાં આવ્યા. 
 
જ્યારે લાહોરમાં સાઈમન કમીશનનો વિરોધ કરવામાં આવો તો પોલીસે પ્રદર્શનકારીઓ પર બેરહમીથી લાઠીઓ વરસાવી. પંજાબના લોકપ્રિય નેતા લાલા લજપતરાયને એટલા દંડા પડ્યા કે થોડાક જ દિવસ પછી જ તેમનુ મૃત્યુ થઈ ગયુ.  ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને પાર્ટીના અન્ય સભ્યોએ લાલાજી પર લાઠીઓ ચલાવનારા પોલીસ અધીક્ષક સાંડર્સને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કરી લીધો. 
 
ચંદ્રશેખર આઝાદએ દેશભરમાં અનેક ક્રાંતિકારી ગતિવિધિઓમાં ભાગ લીધો અને અનેક અભિયાનોનુ પ્લાન, નિર્દેશન અને સંચાલન કર્યુ. પંડિત રામપ્રસાદ બિસ્મિલના કાકોરી કાંડથી લઈને શહીદ ભગત સિંહના સાંડર્સ અને સંસદ અભિયાન સુધીમાં તેમનુ યોગદાન ઉલ્લેખનીય રહ્યુ.  કાકોરી કાંડ, સાડર્સ હત્યાકાંડ અને બટુકેશવર દત્ત અને ભગત સિંહનુ અસેંબલી બોમકાંડ તેમના કેટલાક મુખ્ય અભિયાન રહ્યા છે. દેશપ્રેમ, વીરતા અને સાહસની એક આવી જ મિસાલ હતા. શહીદ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ 25 વર્ષની વયમાં ભારતમાતા માટે શહીદ થનારા આ મહાપુરૂષના વિશે જેટલુ કહેવામાં આવે એટલુ ઓછુ છે.  પોતાના પ્રકારમથી તેમણે અંગ્રેજોની અંદર એટલો ભય પેદા કર્યો હતો કે તેમના મોત પછી પણ અંગ્રેજ તેમના મૃત શરીરને અડધો કલાક સુધી ફક્ત જોતા જ રહ્યા હતા. તેમને ડર હતો કે જો તેઓ પાસે ગયા તો ક્યાક  ચંદ્રશેખર આઝાદ તેમને મારી ન નાખે. 
 
એકવાર ભગતસિંહે વાતચીત કરતા ચંદ્રશેખર આઝાદને કહ્યુ, 'પંડિતજી અમે ક્રાંતિકારીઓના જીવન મરણનું કોઈ ઠેકાણુ નથી.  તેથી તમે તમારા ઘરનો એડ્રેસ આપો જેથી જો તમને કશુ થઈ જાય તો તમારા પરીવારને થોડી મદદ કરી શકાય. 
 
ચંદ્રશેખર નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, "પાર્ટીનો કાર્યકર્તા હુ છુ. મારો પરિવાર નહી. તેમનો શુ મતલબ ? બીજી વાત, તેમને તમારી મદદની જરૂર નથી અને ન તો મારે મારી જીવની લખાવવી છે. અમે લોકો નિ:સ્વાર્થ ભાવથી દેશની સેવામાં લાગ્યા છે. જેના બદલમાં ન ધન જોઈએ કે ન તો પ્રસિદ્ધિ. 
 
27 ફેબ્રુઆરી 1931ના રોજ તેઓ પોતાના સાથી સરદાર ભગતસિંહનો જીવ બચાવવા માટે આનંદ ભવનમાં નેહરુજી સાથે મુલાકાત કરીને નીકળ્યા. ત્યારે પોલીસે તેમને ચંદ્રશેખર આઝાદ પાર્ક (ત્યારે એલ્ફ્રૈડ પાર્ક)માં ઘેરી લીધા. ખૂબ મોડે સુધી આઝાદે એકલા હાથે જ મુકાબલો કર્યો.  તેમણે પોતાના સાથી સુખદેવરાજને પહેલા જ ભગાદી દીધા હતા. 
 
છેવટે પોલીસની અનેક ગોળીઓ આઝાદના શરીરમાં સમાવી ગઈ. તેમના માઉઝરમાં ફક્ત એક અંતિમ ગોળી બચી હતી. તેમણે વિચાર્યુ કે જો  હુ આ ગોળી પણ ચલાવી દઈશ તો  જીવિત ધરપકડ થવાનો ભય છે. પોતાના કનપટી પર માઉઝરની નળી લગાડીને તેમણે અંતિમ ગોળી ખુદ પર જ ચલાવી દીધી. ગોળી ઘાતક સિદ્ધ થઈ અને તેમનો પ્રાણાંત થઈ ગયો. 
 
પોલીસ પર પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ ચલાવીને આઝાદે પહેલા પોતાના સાથી સુખદેવ રાજને ત્યાથી સુરક્ષિત હટાવી દીધો અને અંતમાં એક ગોળી બચતા તેને પોતાના કાનપટી પર મારીને આઝાદ નામ સાર્થક કર્યુ.