રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 11 જૂન 2023 (17:03 IST)

Couple’s Death: હનીમૂન ફોટોશૂટ સમયે કપલનું મોત

Couple’s Death:- ચેન્નાઈમાં રહેતા ડૉક્ટર દંપતીએ 1 જૂને જ લગ્ન કર્યા હતા. આ પછી હનીમૂન માટે બાલી  ઈંડોનેશિયા જવા રવાના થયા. હનીમૂન શરૂ જ થયું હતું કે બંને એક સાથે મૃત્યુ પામ્યા.
 
TOIના અહેવાલ મુજબ, ડૉક્ટર દંપતીની ઓળખ લોકેશ્વરન અને વિભૂષણિયા તરીકે થઈ છે. બંનેએ તાજેતરમાં જ 1 જૂનના રોજ પૂનમલીના એક મેરેજ હોલમાં લગ્ન કર્યા હતા. ફોટોશૂટ દરમિયાન ડૂબી જવાથી કપલના મોતની માહિતી બંનેના પરિવારજનોને આપવામાં આવી હતી.
 
સ્પીડ બોટ રાઈડ દરમિયાન બોટ દરિયામાં પલટી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ ઘટનાની તપાસ હજુ બાકી છે. પરિવારજનો હવે બંનેના મૃતદેહને ચેન્નઈ પરત લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ માટે તેણે તમિલનાડુ સરકાર તેમજ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી છે.

Edited By-Monica sahu