અમદાવાદમાં શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા, પણ ખેડૂતો પરેશાન

ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (17:43 IST)

Widgets Magazine

શિયાળામાં શાકભાજીની આવક બજારમાં વધતાં શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે. શાકભાજીના ભાવ ઘટતાં લોકોએ રાહત મળી છે ત્યારે શાકભાજીનો વિપુલ પાક ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ એટલે લીલા શાકભાજી ખાવા અને તંદુરસ્ત રહેવાની સીઝન, પરંતુ લોકોની તંદુરસ્તી માટે ખેતરોમાં કાળી મજૂરી કરતા ખેડૂતો શાકભાજીનો પાક મબલક પાકતાં પસ્તાઈ રહ્યા છે. શહેરીજનોને શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા થતાં બખ્ખા થયા છે. જે શાકભાજીના ભાવ ગત મહિને આસમાને હતા એ આજે તળિયે પહોંચ્યા છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીઓનું મબલક ઉત્પાદનને પગલે એપીએમસી બજાર શાકભાજીથી ઊભરાય રહ્યું છે.શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ઉપભોગતાએ રાહત લીધી છે, પરંતુ બીજી તરફ દિવસ-રાત ખેતરમાં મહેનત કરતા ખેડૂતોની પરિસ્થિતિ પાછી ઠેર ને ઠેર રહી છે. કુદરત રૂઠે અને ઓછો પાક થાય તોપણ ખેડૂતોની હાલત કફોડી હોય છે, જ્યારે ઉપરવાળો છપ્પર ફાડીને મબલક પાક આપે તોપણ ખેડૂતોની હાલત દયનીય થઈ રહી છે. ખેડૂતો ખેતરમાં થયેલી શાકભાજીનો વિપુલ જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે, પરંતુ એપીએમસી બજારમાં શાકભાજીની આવક વધતાં તેના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારે શાકભાજીના પાકનું ઓછું વળતર મળતાં ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ પોષાય એમ નથી, ત્યારે ખરેખર ખેડૂતોની સ્થતિ એક સાંધે અને તેર તૂટે તેવી થઈ છે.
 
શાકભાજીના ભાવઃ
બટાકા પ્રતિકિલો રૂ.4થી 5
રીંગણ પ્રતિકિલો રૂ.6થી 7
રવૈયા પ્રતિકિલો રૂ.8થી 10
લીલાં મરચાં પ્રતિકિલો રૂ.15થી 16
કોબી પ્રતિકિલો રૂ.7થી 8
ભીંડા પ્રતિકિલો રૂ.30થી 35
લીંબુ પ્રતિકિલો રૂ.5થી 6
દૂધી પ્રતિકિલો રૂ.7થી 8
ફુલાવર પ્રતિકિલો રૂ.10થી 12
તુવેર પ્રતિકિલો રૂ.18થી 22
વટાણા પ્રતિકિલો રૂ.20થી 22
મેથી પ્રતિકિલો રૂ.10થી 12
મૂળા પ્રતિકિલો રૂ.8થી 10
વાલોર પ્રતિકિલો રૂ.5થી 6
સુવા પાલક પ્રતિકિલો રૂ.10થી 12
આદું પ્રતિકિલો રૂ.22થી 25
સુરતી રવૈયાં પ્રતિકિલો રૂ.15થી 16
ટામેટાં પ્રતિકિલો રૂ.7થી 8
મરચાં ગોલર પ્રતિકિલો રૂ.18થી 20
સકરિયા પ્રતિકિલો રૂ.12થી 15
કોથમીર પ્રતિકિલો રૂ.8થી 10Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પૂર્વ IPS બરંડાનો આક્ષેપ, ભાજપના કાર્યકરોએ મને હરાવ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભિલોડાના ભાજના ઉમેદવાર અને છોટા ઉદેપુરના પૂર્વ SP પી.સી. બરંડા ...

news

નર્મદાના ભચરવાડા ગામના મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં નવી વસાહતના નાગરિકોએ મહિલા તલાટીને બંધક બનાવી દી

news

અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત

અમદાવાદની કાલુપુર પોલીસની કસ્ટડીમાં એક શખ્સનું મોત થતા વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ ...

news

ઈવીએમની ગરબડ જીતી છે પણ મારી લડાઈ ચાલુ રહેશે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકારની કાર્યવાહીથી ડરવાનો નથી અને પાટીદાર ...

Widgets Magazine