અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત

ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (17:23 IST)

Widgets Magazine

અમદાવાદની કાલુપુર પોલીસની કસ્ટડીમાં એક શખ્સનું મોત થતા વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. કાલુપુર પોલીસે ગફુર નામના શખ્સની અટકાયત કરી હતી. અટકાયત બાદ તેને છોડવા માટે પોલીસે પાંચ હજાર રૂપિયાની માંગ કર્યાનો આક્ષે૫ પરિવારજનોએ કર્યો છે. જો કે કસ્ટડી દરમિયાન તેની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં  સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. આ શખ્સ બીપી અને શ્વાસની બીમારીથી પીડાતો હતો. ગફુરભાઇના મોત બાદ રોષે ભરાયેલા ૫રિવારજનોએ તેના મૃતદેહને સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. તેના ૫રિવારે આક્ષે૫ કરતા એમ ૫ણ જણાવ્યું હતું કે, મૃતકને ગેરકાયદેસર રીતે 48 કલાક કસ્ટડીમાં પુરી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ઢોર માર માર્યો હતો. આ શખ્સને અટકમાં લેવાયો હોવાની કોઇ જાણ તેના ૫રિવારને કરવામાં આવી નથી. ત્યારે આ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર ગુન્હેગારો ઉ૫ર 302 ની કલમ લાગુ પાડી કાર્યવાહી કરવાની માગણી ૫ણ મૃતકના ૫રિવારે કરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નર્મદાના ભચરવાડા ગામના મહિલા તલાટીને ગ્રામજનોએ બંધક બનાવ્યા

નર્મદાના ભચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં નવી વસાહતના નાગરિકોએ મહિલા તલાટીને બંધક બનાવી દી

news

ઈવીએમની ગરબડ જીતી છે પણ મારી લડાઈ ચાલુ રહેશે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે ભાજપ સરકારની કાર્યવાહીથી ડરવાનો નથી અને પાટીદાર ...

news

હાર્દિક પટેલના માથે ગાળિયો કસાયો, ગૃહવિભાગ અને પોલીસ અધિકારીઓની બેઠક

ભાજપને ભાંડનાર હાર્દિક પટેલને શાંત કરવા માટે શું કરવું તેનું ચિંતન ચૂંટણી પહેલા જ થઈ ગયું ...

news

હારેલી કોંગ્રેસ હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડે છે - જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને તેના જાતિવાદી ઝેર ફેલાવવાની અને ...

Widgets Magazine