ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (17:11 IST)

Pulwama Attack - સૂરતના હીરા વેપારીએ પુત્રીના લગ્નનુ ભોજન રદ્દ્ કરી શહીદો માટે 11 લાખનુ કર્યુ દાન

. જમ્મુ-કશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલા પછી જ્યા આખો દેશ રોષે ભરાયો છે. તો બીજી બાજુ ગુજરાતના હીરા કારોબારીએ પણ પ્રશંસનીય ઉદાહરણ રજુ કર્યુ છે. તેમણે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે સૂરતમાં પદમાવતી ડાયમંડના હસમુખ ભાઈ સેઠની પુત્રી અમીના લગ્ન શુક્રવારે એટલે કે આજે બીજા હીરા વેપારી કેએમ એસોસિએટ્સના માલિક અજય સંઘવીના પુત્ર મીત સાથે થવા જઈ રહ્યા છે. 
 
બંને પરિવારે એક અનુકરણીય અને પ્રશંસનીય પગલુ ઉઠાવતા લગ્ન પછી થનારા રિસેપ્શનને રદ્દ કરી નાખ્યુ છે.  જેના બદલે સેઠ અને સંઘવી પરિવારે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
એટલુ જ નહી સ્વયંસેવી સંસ્થાઓને પણ 5 લાખ રૂપિયા આપવાનુ એલાન કર્યુ છે. બંને પરિવારે વિવાહ ભોજ રદ્દ કરવાની સૂચના એક સાધારણ કાર્ડના માધ્યમથી બધા પરિચિતો સુધી પહોચાડી દીધી છે. એટલુ જ નહી બંને પરિવારે કૈટરર્સ રાજુભાઈ શાહને પણ આ કાર્યમાં સહયોગ કરવા બદલ આભાર માન્યો છે.