શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નદાપુરમ. , શુક્રવાર, 3 માર્ચ 2017 (10:45 IST)

કેરલના કલચ્ચીમાં RSS કાર્યાલય પાસે બોમ્બ બ્લાસ્ટ

કેરલના કોઝિકોડ જીલ્લામાં આવેલ કલ્લાચીના આરએસએસ કાર્યાલય પર ગુરૂવારે મોડી સાંજે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ હુમલામાં ભારતીય જનતા પાર્ટીના ચાર કાર્યકર્તાઓ ઘાયલ થયાના સમાચાર છે.  બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં ઘવાયેલા સંઘના કાર્યકરોને કોઝિકોડના સરકારી હોસ્‍પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે? તેની કોઈ માહિતી બહાર આવી નથી.
 
   જણાવી દઈએ કે, આ પહેલા 26 જાન્‍યુઆરી રાત્રે રાજ્‍યમાં આરએસએસની 2 ઓફિસ પર બોમ્‍બ ફેંકવામાં આવ્‍યા હતા. આ બન્ને બોમ્‍બ આરએસએસના નદાપુરમ  અને મટ્ટનઉરના વિસ્‍તારમાં આવેલ ઓફિસ પર ફેંકવામાં આવ્‍યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ આ ઘટનાઓનો વિરોધ કર્યો છે. તેમને રાજ્‍યમાં બંધની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આરએસએસની ઓફિસ પર બોમ્‍બ ફેંકવાની ઘટના બની તેના થોડા કલાકો પહેલા જ સીપીઆઈ (એમ.) નેતાની એક જાહેર સભામાં બોમ્‍બ ફેંકવામાં આવ્‍યો હતો. આ ઘટનામાં એક વ્‍યકિત ઈજાગ્રસ્‍ત થઈ ગયો હતો. કેરલમાં સીપીએમ-આરએસએસ વચ્‍ચે આવી લડાઈઓ થતી રહે છે.