ચક્રવાતી વાવાઝોડું ‘વરદાહ’ ચેન્નઈ પર ત્રાટક્યુ

ચેન્નઈ., સોમવાર, 12 ડિસેમ્બર 2016 (17:12 IST)

Widgets Magazine

 ચક્રવાતી વાવાઝોડુ 'વરદા' તમિલનાડુના ચેન્નઈ તટ સાથે અથડાતા જોરદાર વરસાદ અને વાવાઝોડું ફુંકાઈ રહ્યુ છે.  'વરદા' લગભગ 2.15 વાગ્યે ચેન્નઈ સાથે અથડાઈ. ચેન્નઈમાં 110 કિમી કલાકની ગતિથી હવા ચાલી રહી છે. હવાઓને કારણે અનેક ઝાડ ઉખડી ગયા અને અનેક ભાગે ટ્રાફિક જામ પણ થઈ ગયો.  તેનાથી અત્યાર સુધી 2 લોકોના મોત થઈ ચુક્યા છે. ચેન્નઈ એયરપોર્ટ સાંજે 6 વાત્યે સુધી બંધ કરી દેવામાં આવ્યુ  ચેન્નઈ સબ રેલવે નેટવર્ક પણ બંધ કરવામાં આવ્યુ છે.  લોકોને ઘરમાંથી ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.  નેવી અને આર્મ્ડ ફોર્સેસ તૈયાર છે. માછીમારોને પણ ચેતાવણી આપવામાં આવી છે.  સીએમ પનીરસેલ્વમે ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. 
 
ગાળના અખાતમાં બનેલા ચક્રવાતી વાવાઝોડુ  'વરદા' ને કારણે આધ્રપ્રદેશ અને તામિલનાડુના દરિયા કિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. આજે બપોર બાદ તે ચેન્નાઇને પાર કરી જશે. હાલ તે ચેન્નાઇથી પુર્વમાં લગભગ 50 કિ.મી. દુર છે. વરદાને નિપટવવા માટે તામિલનાડુમાં એનડીઆરએફની સાત અને આંધ્રમાં છ ટીમો મોકલવામાં આવી છે. વરદાને કારણે આજે સવારથી ચેન્નાઇમાં વરસાદ પડી રહ્યો છે. અહી 100 થી 200 મી.મી. વરસાદ પડવાની સંભાવના છે. સરકારે કર્મચારીઓને બે દિવસની રજા લઇ ઘરમાં બેસવા જણાવ્યુ છે. બંને રાજયોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
 
 હવામાન ખાતાએ માહિતી આપી છે કે, માછીમારો દરિયામાં ન જાય કારણ કે 100 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ તેવી શકયતા છે. આવતા 36 કલાકમાં તામિલનાડુના ઉત્તર વિસ્તારો, પોંડીચેરી, ચેન્નાઇ અને તિરૂવલુરમાં ભારે વરસાદ પડશે. આજે ચેન્નાઇ ઉપરાંત કાચીપુરમ,  તિરૂવલુર સહિતના કાંઠાના વિસ્તારોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડુ દક્ષિણ દિશામાં આગળ વધીને આજે બપોર  ચેન્નાઇ પહોંચ્યુ હતુ. ચેન્નાઇ પહોંચીને તેની તીવ્રતા ઘટી જશે. જેને કારણે તામિલનાડુના દરિયા કાંઠે ભારે વરસાદ પડયો છે.  દરિયામાં ઉંચા મોજા ઉઠી રહ્યા છે.
 
આજે આ વાવાઝોડુ આંધ્રનો દક્ષિણ કિનારો અને ચેન્નાઇ પાસે તામિલનાડુના ઉત્તર કાંઠેને પાર કરી જશે અને તે પછી નબળુ પડી જશે પરંતુ તામિલનાડુ અને દક્ષિણ આંધ્રમાં ભારે વરસાદ પડશે. દરિયામાં મોજા એક મીટર સુધી ઉછળે તેવી શકયતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત ન્યુઝ સમાચાર

news

અરવલ્લી જિલ્લામાં કૃષિ ક્ષેત્રેમાં નવતર પ્રયોગ -પામારૃઝા અને જામારૃઝા વનસ્પતિની ખેતીથી અત્તર બને છે.

એક વીઘા જમીનમાંથી ૧૦ લીટર અત્તર તૈયાર થાય છે અરવલ્લી જિલ્લાના ડોકટર કંપા ગામમાં ...

news

પુરતા કાગળો ના હોવાથી સિવિલ હોસ્પિટલે કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરવાનો ઈન્કાર કર્યો

બ્લડ કેન્સરથી પીડિત 12 વર્ષની ગાયત્રીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાને એક અઠવાડિયાનો સમય ...

news

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ઃVVIP માટે હોટલોમાં ૮૫૦ રૃમ બુક કરાયાં

ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત - ૨૦૧૭ માટે પાટનગર ગાંધીનગરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૧૨ ...

news

અમદાવાદમાં નોટબંધીની અસરથી ૮૦ ટકા હીરાનાં કારખાનાં બંધ

અમદાવાદ શહેરમાં નાણાબંધીની અસરના કારણે ૮૦ ટકા હિરાના કારખાનાઓ બંધ પડયા છે. શહેરમાં આશરે ...

Widgets Magazine