શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (17:35 IST)

કોરોના મુદ્દે ICMRની ચેતવણી, પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ અને તહેવારોની ભીડને કારણે કોરોના કેસ વધી શકે છે

ICMR warns of corona issue
વેક્સીનેશન અને સતત લાદેલા લોકડાઉન પછી ભારત કોરોનાથી મુક્તિ તરફ જઈ રહ્યુ છે, પરંતુ પરંતુ હજુ પણ ત્રીજી લહેરનુ જોખમ ટળ્યુ નથી.  લોકડાઉન હટ્યા બાદ આ સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા નીકળી રહ્યા છે.  પર્યટન સ્થળો પર લોકોની ભીડ દરરોજ જોવા મળી શકે છે, પરંતુ જો આપ પણ આવનારા સમયમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપને એકવાર ફરી આની પર વિચાર કરવો જોઈએ કેમ કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ આદતના કારણે દેશમાં જલ્દી જ કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.
 
લોકો જે રીતે મુક્ત થઈને ફરી રહ્યા છે અને આવનારા તહેવારોને કારણે બજારમાં ભીડ પણ વધી રહી છે. જેને જોતા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે. વિશેષજ્ઞોએ જરૂરી અને જવાબદાર યાત્રા પર જોર આપતા કહ્યુ કે પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ અને સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કારણોથી થનારી સામૂહિક સભાઓના કારણે સંક્રમણના કેસ વધી શકે છે.