ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :અમૃતસર: , શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (23:58 IST)

અમૃતસરમાં મોટી રેલ દુર્ઘટના, દશેરાનો ઉત્સવ જોઈ રહેલા લોકો પર ટ્રેન ચઢી, 58ના મોત 70થી વધુ લોકો ઘાયલ

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાનો ઉત્સવ ઉજવી રહેલા રાવણ દહન નિહાળી રહેલા અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે. . લગભગ 80 લોકોના ઘાય઼લ થવાના સમાચાર છે . મીડિયા રિપોર્ટસ મુજબ શુક્રવાર રાત્રે જોડા ફાટક પાસે   હજારો લોકો એકત્ર થયા હતા, પૂતળામા આગ લગાવતા અચાનક ફટાકડા ફૂટતા  નાસભાગ કરતા લોકો અપ લાઈનના ટ્રેક આવી ગયા અને તે દરમિયાન ડાઉન ટ્રેક પર પણ ટ્રેન આવી અને આ લોકોને ભાગવાની તક ન મળી અને લોકો ટ્રેનની અડફેટમા આવી ગયા
નજરે જોનારાઓનું કહેવું છે કે, ત્યાં ટ્રેન ખુબ જ સ્પીડથી ચાલી રહી હતી અને રેલવે ફાટકથી પ્રસાર થઈ ત્યારે પણ હોર્ન વગાડવામા આવ્યો નહતો. ઘટના સ્થળે ફટાકડાઓનો શોરશરાબો એટલો બધો હતો કે, જેના કારણે લોકો ટ્રેનનો અવાજ સાંભળી શક્યા નહી અને ટ્રેન ક્યારે આવી તેની ખબર જ ના પડી.
 
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઘાયલોની સારવાર માટે ખુલ્લી રાખવામાં આવે. મુખ્યમંત્રી ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા છે. તેમણે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે ઘાયલોને મફત સારવારની પણ જાહેરાત કરી છે.
 
અમૃતસરમાં થયેલ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યો છે. તેમને ટ્વિટ કરીને કહ્યું, આ ઘટના હૃદયદ્રાવક છે. પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને ઈજાગ્રસ્ત ઝડપી સ્વાસ્થ્ય થાય તેવી હું પ્રાર્થના કરૂ છું. બધા જ અધિકારીઓને તત્કાલ જરૂરી મદદ પૂરી પાડવા માટે નિર્દેશ આપ્યા છે.