શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (11:41 IST)

બ્લેકમની પર સરકારનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી વ્હાઈટ કરવાની અંતિમ તક

નોટબંધી પછી મોદી સરકારે કાળાનાણા રાખનારાઓને એક તક વધુ આપી છે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ શુક્રવારે કહ્યુ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 31 માર્ચ 2017 સુધી કોઈપણ પોતાની બ્લેકમની જાહેર કરી શકે છે.  આગામી ત્રણ મહિના દરમિયાન તમને 50 ટકા ટેક્સ અને પેનલ્ટી સાથે ગુપ્ત આવકનો ખુલાસો કરી શકશો. બીજી બાજુ સરકરારે જનતાને ઈમેલ દ્વારા બ્લેકમની રાખનારાઓ વિશે માહિતી માંગી છે.  માહિતી આપનારાઓની ઓળખ ગોપનીય રાખવામાં આવશે. 
 
બ્લેકમની જાહેર કરનારાઓની ઓળખ રહેશે ગુપ્ત 
 
રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ જણાવ્યુ કે નવી આવકવેરા ઘોષણા યોજના 17 ડિસેમ્બરથી શરૂ થશે. જાહેરાત કરનાર વ્યક્તિનુ નમ ગુપ્ત રાખવામાં આવશે. યોજના હેઠળ તેને કુલ જાહેર રકમના 50 ટકા ભાગ દંડ પેટે ચુકવવો પડશે. સાથે જ 25 ટકા રકમ ચાર વર્ષ માટે લૉક કરવામાં આવશે. 
 
અધિયાએ કર કાયદા સંશોધનની માહિતી આપતા સ્પષ્ટ કર્યુ કે જાહેરાત કરનારા વ્યક્તિને પીએમએલએ, તસ્કરી, બેનામી સંપત્તિ અને ફૉરેન એક્સચેંજ સહિત અન્ય અપરાધિક કાયદામાંથી છૂટ નહી મળે. સંબંધિત વ્યક્તિને ફક્ત કાળાનાણા કાયદાથી જ મુક્તિ મળશે. 
 
કાળાનાણા રાખનારાઓની માહિતી આપવા માટે મેલ આઈડી રજુ 
 
કેન્દ્ર સરકારે હવે એક ઈમેલ એડ્રેસ રજુ કરી લોકો પાસે તેના પર કાળા નાણાની માહિતી આપતા કહ્યુ છે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ જણાવ્યુ, 'અમે કાળા ધનની માહિતી સીધી મોકલવા માટે ખાસ ઈમેલ એડ્રેસ [email protected]ના નામથી બનાવ્યો છે.' 
 
તેમણે કહ્યુ, 'લોકોને મારી વિનંતી છે કે તેમની પાસે કાળા નાણાની કોઈ પણ સૂચના હોય તો તે આ ઈમેલ પર મોકલી શકે છે.  તેમણે એ પણ કહ્યુ કે કોઈને આ ગેરસમજ ન રાખવી જોઈએ કે પૈસા બસ બેંકમાં જમા કરી દેવા ભરથી તેમનુ કાળુ નાણું સફેદ નહી થઈ જાય. 
 
રાજનીતિક દળોને મળી છૂટ 
 
સરકારે સ્પષ્ટ કર્યુ છે કે રાજનીતિક દળોના ખાતામાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટોમાં જમા રાશિ પર ટેક્ષ નહી લાગે. જો કે તેમા આ જોવામાં આવ્યુ કે રાજનીતિક દળોને મળનારા વ્યક્તિગત ડોનેશન 20000 રૂપિયાથી ઓછુ હોવુ જોઈએ અને આ દસ્તાવેજોમાં નોંધાયેલ હોવુ જોઈએ.