ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 8 ઑગસ્ટ 2020 (12:32 IST)

ભારતમાં ચીન સામે એકલા ઉભા રહેવાની હિમંત, ડ્રેગન પણ હેરાન - યૂરોપીય થિંક ટૈંક

ગિલવાન ઘાટીમા 15 જૂનના રોજ હિંસક ઝડપ પછી ભારતે ભવિષ્યમાં કોઈ સીમા વિવાદ દરમિયાન ચીન વિરુદ્ધ એકલા ઉભા રહેવાનો વિશ્વાસ બતાવ્યો છે. ભલે અમેરિકાએ બીજિંગ વિરુદ્ધ ક્વૉદ અલાયંસ બનાવવાની ઓફર આપી છે, પણ ભારતના એકલા ઉભા થઈ જવાથી ડ્રેગન પણ હેરાન છે.  એક  યૂર્પીય થિંક ટૈંકે આ વાત કરી છે. 
 
પૂર્વી લદ્દાખમાં થયેલા અથડામણ બાદથી ભારત અને ચીન વચ્ચે અનેક મંત્રણા થઈ છે. તેના કેટલાક સારા પરિણામો પણ જોવા મળ્યાં છે અને બંને દેશોની સૈના કેટલાક વિવાદિત સ્થળોથી પીછેહઠ કરી છે, પરંતુ ચીની સૈનિકો દેપ્સાંગ, ગોરા, ફિંગર વિસ્તારોમાં હજુ ગોઠવાયેલી છે. 
 
યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (EFSAS) એક સમીક્ષામાં કહ્યું, "પેંગોંગત્સોમાં ડિસએંગેંજમેંટની શરૂઆતની પ્રક્રિયામાં, ચાઈનીઝ ફિંગર 2 થી ફિંગર 5 વિસ્તારોમાં પાછળ હટે, પરંતુ રિજ લાઇન પર તૈનાતી કાયમ રહી ભારતે જ્યા સુધી ચીની સૈનિક પીછેહઠ નહી કરે ત્યા સુધી  આગળના વિસ્તારોમાંથી પોતાની પીછેહઠ પર  વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે
 
થિંક ટેન્કે કહ્યું કે, "2017 માં ડોકલામની જેમ ડ્રેગનની આક્રમકતા સામે ભારતીય રાજનીતિક અને લશ્કરી નેતૃત્વ દ્વારા બતાવવામાં આવેલ દ્રઢતા અને સંકલ્પથી ચીનને નવાઈમાં નાખી દીધા છે."  ભારતીય રક્ષામંત્રીનો એક વધુ હવાલો આપતઆ EFSAS એ  જણાવ્યું છે કે જ્યાં સુધી સૈન્ય અને કુટનીતિક સ્તરે વાતચીત  દ્વારા સર્વસંમતિ બની જતી નથી ત્યાં સુધી સંઘર્ષ લાંબો ચાલી શકે છે.  બીજા શબ્દોમાં કહીએ તો, અત્યંત મુશ્કેલ વાતાવરણ હોવા છતાં, બંને દેશો શિયાળામાં પણ ટકી રહેવા માટે તૈયાર છે
 
EFSAS એ કહ્યુ છે કે ભારતે સિયાચિન ગ્લેશિયરની જેમ અહી મોટા પાયા અપર સૈન્ય સામાન અને ખાવા પીવાનો જરૂરી સામાન મોટા પાયા પર એકત્ર કરી લીધો છે.  ભારત તરફથી થયેલી તૈયારી દ્વારા જાણી શકાય છે કે ભારત સીમા પર કોઈ ગંભીર ટક્કરનો મુકાબલો કરવા માટે ખૂબ મજબૂત છે. 
 
EFSASના મુજબ ભારત આશા કરે છે કે વર્તમાન તનાવનો ઉકેલ વાતચીત દ્વારા નીકળી જશે. પણ તેણે પોતાના વિસ્તારોની રક્ષા માટે શક્યત ટક્કરને લઈને તેણે તૈયારીમાં કોઈ કસર બાકી નથી રાખી. તેથી આ ભારત અને ચીન માટે પારસ્પરિ રૂપેથી સ્વીકાર્ય સમાધાન બનાવવુ સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે.  જેમા ચીનનો ચહેરો બચાવીને નીકળવાના રસ્તાનો સમાવેશ છે.