શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:09 IST)

સર્વે - મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ, જો હાલ ચૂંટણી થાય તો એનડીએને મળશે 360 સીટ અને યુપીએને માત્ર 60

કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ સરકારની રચનાને અઢી વર્ષ વીતી ચુકયા છે પણ હજુ તેની લોકપ્રિયતા અકબંધ છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને કર્વીના સર્વે મુજબ જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને 360 બેઠકો માટે મળે અને તે સત્તામાં પરત આવી શકે તેમ છે. યુપીએને 60 અને અન્યોને 123 બેઠકો મળવાનું અનુમાન છે. 19 રાજયોના 12143 લોકો પર કરાયેલા સર્વે મુજબ જો તત્કાલ ચૂંટણી યોજાય તો એનડીએને 4 2  ટકા, યુપીએને માત્ર 25 ટકા જ મતો મળી શકે તેમ છે.  જો કે યુપીએની સરખામણીમાં અન્ય પક્ષો મજબુતીથી ઉભરી રહ્યા છે. તેમને 33 ટકા મતો મળી શકે તેમ છે.
 
 પીએમ તરીકે મોદીના કામકાજો 69 ટકા લોકોએ વખાણ્યુ છે. 19 ટકાએ સરેરાશ અને 3 ટકાએ ખરાબ તથા 6 ટકાએ અત્યંત ખરાબ ગણાવ્યુ છે. જો કે એનડીએ સરકારના કામને 71 ટકા લોકોએ વખાણ્યુ છે. 97 સંસદીય અને 194 વિધાનસભા મતવિસ્તારોના સર્વેમાં પીએમ તરીકેના ઉમેદવારમાં મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવ્યા હતા.  પીએમ ઉમેદવાર તરીકે 6 5 ટકા લોકોએ પસંદ કર્યા હતા તો રાહુલને 10 ટકા અને સોનિયાને 4 ટકાએ પસંદ કર્યા હતા. મુલાયમને 1 ટકાએ પસંદ કર્યા હતા.
 
 
પીએમ મોદીને નોટબંધીના મામલે પણ સમર્થન મળ્યુ છે. 45 ટકા લોકોએ સમર્થન કરતા કહ્યુ છે કે, નોટબંધીથી કાળાનાણા પર લગામ આવશે. જયારે 35 ટકાએ નોટબંધીને અર્થતંત્ર માટે સારૂ ગણાવ્યુ છે. 7 ટકાએ કહ્યુ છે કે, આનાથી અર્થતંત્ર નબળુ પડશે. 7 ટકાએ ચૂંટણી ચાલ ગણાવ્યુ હતુ. 58 ટકાએ કહ્યુ છે કે અર્થતંત્ર મજબુત થશે તો 34 ટકાએ કહ્યુ છે કે અસર નહિ થાય. 26 ટકા લોકોએ જેટલીના, 21  ટકાએ સુષ્મા-રાજનાથના કામને વખાણ્યુ છે. પરિકરને 13 ટકા તથા 12 ટકા ઉમા ભારતીને સારા મંત્રી ગણે છે.  પીએમ મોદી વિરૂધ્ધ ત્રીજા વિકલ્પનું નેતૃત્વ કરવા 11 ટકાએ કેજરીવાલને, 10 ટકાએ નીતિશને પસંદ કર્યા હતા.