ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (11:53 IST)

વાયુસેનાનુ મિગ-27 જોધપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનુ લડાકુ જેટ મિગ -27 મંગળવારે રાજસ્થાનના જોધપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જો કે આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાયલોટ સુરક્ષિત બચી ગયો ચે. વિમાન પડતા જ હડકંપ મચી ગયો અને આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ. 
 
ડિફેંસ પ્રવક્તા સૉમ્બિત ઘોષે કહ્યુ કે રૂટીમ મિશન દરમિયાન જોધપુર પાસે એક મિગ-27 ક્રેશ થઈ ગયુ. આ દુર્ઘટનામાં પાયલોટ સંપૂર રીતે સુરક્ષિત છે. આ દુર્ઘટનાની તપાસ કરાવવામાં આવશે. જોધપુરના ડિપ્ટી કમિશનર અમનદીપ સિંહે માહિતી આપી કે દુરુઘટનામા કોઈએ જીવ ગુમાવ્યો નથી. અમનદીપ અને તેમની સાથે અન્ય પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચી ગયા છે અને સમગ્ર વિસ્તારને બંધ કરાવવામાં આવ્યુ છે. 
 
મિગ વિમાનોની દુર્ઘટના સમાચાર વારંવાર આવી રહ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મિગ-21 ફાટર જેટ ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં પાયલટનું મોત થયું હતું.