ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (10:49 IST)

Indoreની ફાઈવસ્ટાર હોટલમાં ભીષણ આગ

ઈન્દોરની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટલ(five star hotel)માં ભીષણ આગ(fire) લાગી ગઈ. વિજય નગર વિસ્તારમાં આવેલ પાંચ માળની હોટલ આગની લપેટમાં ઘેરાય ગઈ છે. સૂચના મળતા જ અગ્નિશમનની ટીમ પહોંચી ગઈ છે અને આગ પર કાબુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આગ લાગવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી. 
 
ઈન્દોરના પોશ વિસ્તારમાં આવેલ પાંચ માળની ફાઈવ સ્ટાર હોટલમાં ભયાનક આગ લાગી છે. હોટલની આસપાસ રહેવાસી વિસ્તાર છે. આગ એટલી ભીષણ લાગી છે કે તેને ઓલાવવામાં ઘણી પરેશાની આવી રહી છે. હોટલમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની સૂચના મળી રહી છે. ફંસાયેલા એક વ્યક્તિને થાના પ્રભારી તહજીબ કાજીએ બહાર કાઢ્યા.