શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 ઑગસ્ટ 2018 (17:20 IST)

પત્નીએ નપુંસક કહીને છુટાછેડા માગ્યા તો પતિએ અન્ય સ્ત્રી સાથે સેક્સ કરતો વીડિયો મોકલી દીધો

કોઈ પુરૂષની મદાર્નગી પર સવાલ ઉભો કરો તો તેને લાગી આવે છે. પણ હવે એવુ પણ નથી કે કોઈ પુરૂષની મર્દાનગી પર સવાલ ઉભો થઈ જાય તો તે જઈને કોઈની પણ સાથે સેક્સ કરવા માંડે અને તેનો વીડિયો બનાવીને તેના પુરૂષત્વ પર આંગળી ચીંધનારને મોકલી આપે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાની રિપોર્ટ મુજબ આ મામલો છે ચેન્નઈનો. ચેન્નઈમાં કોડ્ડનગયૂર નામનુ એક સ્થાન છે. અહી રહેનારી અનુષાનુ લગ્ન 2016માં વિબાવસુ સાથે થયુ હતુ. વિબાવસુ હૈદારાબદના લાલ બહાદુર નગરનો રહેનારો છે. આ લગ્ન અરેંજ હતા. જે અનુષાના મમ્મી-પપ્પાએ નક્કી કર્યા હતા. લગ્ન પછી આ બંને ફક્ત 15 દિવસ સાથે રહ્યા અને પછી અનુષા ઘરે પરત જતી રહી. બંનેના પરિવારે બંને વચ્ચે તાલમેલ કરાવવાની કોશિશ કરી પણ કોઈ પરિણામ ન આવ્યુ. 
 
તેના થોડા સમય પછી અનુષાએ પોતાનુ મન બનાવી લીધુ અને વિબાવસુથી છુટાછેડા લેવાની અરજી આપી દીધી. અરજી કરતી વખતે કારણ બતાવવુ પણ જરૂરી હોય છે કે તમે કયા કારણસર ડાયવોર્સ લેવા માંગો છો. તો અનુષાએ પોતાની અરજીમાં કારણ બતાવ્યુ કે પતિ વિબાવસુ નપુંસક છે. અંગ્રેજીમાં કહીએ તો ઈંપોટેંટ. 
 
જેવુ વિબાવસુને જાણ થયુ કે તેની પત્નીએ છુટાછેડાનું કારણ તેના ઈંપોટેંટ હોવાનુ બતાવ્યુ છે તો તેને આવ્યો ગુસ્સો.  હવે તેના પર ભૂત સવાર થયુ કે તે ખુદને મર્દ સાબિત કરશે. 
 
આ માટે 32 વર્ષના વિબાવસુએ એક મહિલા શોધી. તેની સાથે સેક્સ માણ્યુ અને એક ત્રીજી વ્યક્તિ પાસેથી એ મહિલા સાથે સેક્સનો વીડિયો બનાવડાવ્યો. પછી તેણે 5 મિનિટનો આ વીડિયો અનુષા, તેના પિતા અને તેની કાકીને ફોન પર મોકલી આપ્યો. 
 
વીડિયો મળતા અનુષા અને તેના પરિવારે પોલીસ પાસે  FIR નોંધાવી. ચેન્નઈના MKB નગરની ઑલ વિમેન પોલીસ મથકની પોલીસે વિબાવસુને હૈદરાબાદથી અરેસ્ટ કરી લીધો. વિબાવસુએ પોલીસ સામે પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો. પોલીસે તેના વિરુદ્ધ IT એક્ટ સહિત IPCની અનેક ધારાઓ હેઠળ કેસ નોંધ્યો. પોલીસ મથકની ઓફિસર ડી.ચિત્રાએ આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. 
 
હવે તમે જ વિચાર કરો.. કે કેવા કેવા અનાડી અને બેશરમ લોકો ભર્યા છે આ દુનિયામાં..