શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન , ગુરુવાર, 21 જૂન 2018 (10:49 IST)

50 હજાર લોકો સાથે PM મોદીએ કર્યો યોગ, બોલ્યા - આ તોડતુ નથી પણ પરસ્પર જોડે છે

. શહેરના ફોરેસ્ટ રિસર્ચ ઈંસ્ટિટ્યૂટ મતલબ એફઆરઆઈ પરિસરમાં 50 હજારથી વધુ લોકો સાથે આજે સવારે યોગાસન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પુરાતન ભારતીય યોગ પરંપરા આ સંઘર્ષરત દુનિયાને એકજૂટ કરનારી સૌથી મોટી શક્તિના રૂપમાં ઉભરી છે. અંગ્રેજોના જમાનામાં બનેલ એફઆરઆઈ સંસ્થાની ઈમારતની પુષ્ઠભૂમિમા હજારો લોકોને સંબોધિત કરતા મોદીને કહ્યુ કે યોગે દુનિયાને રોગથી નિરોગની રાહ બતાવી છે અને દુનિયાભરમાં લોકોના જીવનને સમૃદ્ધ બનાવી રહી છે. તેમણે કહ્યુ, વાસ્તવિકતા એ છે કે આરોગ્ય અને તંદુરસ્તીની ખોજમાં યોગ દિવસ દુનિયાના સૌથી મોટા જન આંદોલનનુ રૂપ લઈ ચુકી છે. તેમણે કહ્યુ કે લોકોનુ સ્વસ્થ થવુ શાંતિપૂર્ણ વિશ્વની સ્થાપના માટે અત્યંત જરૂરી છે. 
 
મોદીના સંબોધનના ખાસ અંશ 
 
દેહરાદૂનથી ડબલિન, શંઘાઈથી શિકાગો, જકાર્તાથી જોહાનિસબર્ગ, હિમાલયની ઊંચાઈથી લઈને રેગિસ્તાન સુધી, યોગ દુનિયામાં લાખો જીંદગીઓને સમૃદ્ધિ બનાવી રહ્યુ છે. ૝
- યોગ સમજમાં એકરૂપતા લાવે છે જે રાષ્ટ્રીય એકતાનો આધાર બની શકે છે. 
- સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસનો પ્રસ્તાવ રેકોર્ડ સમયમાં સ્વીકાર કરવામાં આવ્યો અને મોટાભાગના દેશોએ તેનુ સમર્થન કર્યુ. 
- આજે સમગ્ર દુનિયાના લોકો યોગને એવા રૂપમાં જુએ છે કે જાણે એ તેમનુ પોતાનુ છે. 
- જો તમે ઈચ્છો છો કે દુનિયા તમારી વિરાસત અને પરંપરાનુ સન્માન કરે, તો પહેલા તમારે પોતે તેનુ સન્માન કરવુ પડશે. 
- જો આપણે પોતે જ આપણી વિરાસત અને પરંપરા પર ગર્વ નહી કરીએ તો બીજુ કોઈપણ નહી કરે. આપણે આપણી મૂલ્યવાન પરંપરાનુ સન્મન કરવુ જોઈએ. 
- યોગ શાંત, સૃજનાત્મક અને સંતુષ્ટ જીવન જીવવાની રીત છે.