શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (11:06 IST)

એયર સ્ટ્રાઈક પછી ગભરાયુ પાકિસ્તાન, ઉરીમાં તોડ્યુ સીઝફાયર. સિયાલકોટમાં વધી હલચલ

ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એયર સ્ટ્રાઈક પછી પડોશી દેશ ગભરાય ગયો છે અને જેને કારણે સતત સીમા પર સીઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યો છે. બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં ગોળીબારી કરી. જેનો ભારતે જબડાતોડ જવાબ આપ્યો. બીજી બાજુ પાકિસ્તાની સેનાના સિયાલકોટમાં ટૈક ગોઠવાયાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા મંગળવારે સાંજથી જ પાકિસ્તાન અનેક સ્થાન પર સીઝફાયર તોડી રહી છે. ભારતીય સેનાએ સીમાપારથી પાકિસ્તાની ગોળીબારીનો કરારો જવાબ આપતા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાના તેના પર સ્થિત પાકિસ્તાનની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી દીધી. આ કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિક ઘવાયા છે. એક રક્ષા અધિકારી આ માહિતી આપી. 
 
એક રક્ષા પીઆરઓએ કહ્યુ કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી કરી અને અમારી લક્ષિત ગોળીબારીમાં પાંચ ચોકીઓને પણ ગંભીર નુકશાન પહોંચ્યુ અને (રાજૌરી અને પુંછ જીલ્લામાં નિયંત્રણ રેખા સાથે લગાયેલા ક્ષેત્રમાં)   પાકિસ્તાની સેનાના અનેક જવાન ઘાયલ થયા. તેમણે કહ્યુ કે સાંજે સાઢા છ વાગ્યા પછી પાકિસ્તાની સેનાના હતાશાને કારણે નિયંત્રણ રેખા પર ભારે હથિયારોથી ગોળીબાર કરીને તેમને ઉપસાવ્યા વગર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ. 
 
પાકિસ્તાની સૈનિકોને ગ્રામીણોને માનવ કવચના રૂપમાં ઉપયોગ કરતા સામાન્ય નાગરિકોના ઘરમાંથી મોર્ટાર અને મિસાઈલો દાગતા પણ જોવાયા. પીઆરઓએ કહ્યુ કે જો કે ભારતીય સેનાએ  નાગરિકોની વસ્તીઓથી અલગ પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી. જેના કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિક ઘાયલ થયા.  બંને બાજુથી ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ સૈનિકો મામૂલી રૂપે ઘવાયા છે.