જીવ જોખમમાં નાખનારી રમત 'જલ્લીકટ્ટૂ' વિશે જાણો 5 વાતો (જુઓ વીડિયો)

Last Updated: સોમવાર, 15 જાન્યુઆરી 2018 (10:54 IST)


1. જલ્લીકટ્ટૂ તમિલના બે શબ્દો જલ્લી અને કટ્ટૂથી બન્યો છે. જેનો અર્થ છે આખલાના સીંગ પર સોના કે ચાંદીના બાંધેલ સિક્કા

2. તમિલોના ઐતિહાસિક કાળમાં જલ્લ્કીકટ્ટૂ યૌદ્ધાઓની વચ્ચે ખૂબ લોકપ્રિય હતી. પ્રાચીન તમિલ દેશના મુલ્લઈ ભૌગોલિક ક્ષેત્રમાં પ્રાચીન આદિવાસીઓમાં આખલા સાથે લડવુ ખૂબ જ સામાન્ય હતુ. આ રમત સાહસ અને પુરસ્કારને શ્રેષ્ઠ મંચ માનવામાં આવતુ હતુ. જે મનોરંજનનુ સાધન હતુ.
3. એવુ પણ કહેવાય છે કે જૂના સમયમાં આ રમત દ્વારા સ્વયંવર પણ થતા હતા. યુવતીઓ વિજયી પુરૂષને પોતાનો વર પસંદ કરતી હતી. પણ આ રમતમાં જીવનુ જોખમ તો હોય છે જ સાથે જ જાનવરો સાથે થનારો વ્યવ્હાર પર પણ આંગળી ચિંધાઈ રહી છે. આ રમતમાં છેલ્લા બે દસકામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

4. આધુનિક તમિલનાડુમાં આ રમતને જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે રમાડવામાં આવતી હતી. આ રમત માટે જે આખલાને પ્રશિક્ષિત કરવામાં આવે છે તેમને અનેકવાર દારૂ પીવડાવવામાં આવે છે. તેમને ગુસ્સો અપાવવા માટે ધારદાર વસ્તોઓ ખૂંપવામાં આવે છે. તેમની પૂંછડીને મરોડવામાં આવે છે. મારવામાં આવે છે.

5. સામાજીક સંગઠનોએ આ રમતમાં પશુઓ સાથે થનારા વ્યવ્હાર વિરુદ્ધ અવાજ ઉઠાવી જેના પર મે 2014માં સુપ્રીમકોર્ટે પશુ કલ્યાણના તથ્યને ધ્યાનમાં રાખતા રમત પર રોક લગાવી દીધી. પણ કેન્દ્ર સરકારે 8 જાન્યુઆરી 2016ના રોજ આ રમત પરથી રોક હટાવી લીધી.
પછી સામાજીક સંગઠન આગળ આવ્યા અને તેમણે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાવ્યો. જેના પર કોર્ટે ફરી રોક લગાવી દીધી.


આ પણ વાંચો :