મહેબૂબા મુફ્તીની ધમકી - પીડીપીમાં તોડફોડ થઈ તો 1990 જેવી પરિસ્થિતિ થશે

શુક્રવાર, 13 જુલાઈ 2018 (12:09 IST)

Widgets Magazine

જમ્મુ અને કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યુ કે કેન્દ્ર જો જોડ-તોડની રાજનીતિ કરશે તો 1990ના જેવા હાલાત થશે. મહેબુબાએ કહ્યુ કે પીડીપીને તોડવાની કોશિશ થઈ તો પરિણામ ખતરનાક રહેશે. મહેબૂબાએ કહુ કે જો દિલ્હી 1987ની જેમ લોકોના વોટિંગ રાઈટ્સ રદ્દ કરવાના કે કાશ્મીરના લોકોને અલગ કરવાની કોશિશ કરશે તો ખતરનાક હાલાત પેદા થશે. મહેબૂબાએ કહ્યુ કે ત્યારે જે રીતે એક સલાઉદ્દીન અને યાસીન મલિક પેદા થયા હતા, આ વખતે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.  બીજેપીએ અધ્યક્ષ રૈનાએ પલટવાર કરતા કહ્યુ કે મહેબૂબાનુ નિવેદન ખૂબ આપત્તિજનક છે. તેમણે કહ્યુ કે બીજેપી કોઈ તોડફોડની પ્રક્રિયામાં લાગી નથી. 
 
મહેબૂબાએ ભાજપ અને કેન્દ્ર સરકારને 1987ના ઘટનાક્રમની યાદ અપાવતા ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે જો દિલ્હી 1987ની જેમ લોકોના વોટિંગ રાઇટ્સને રદ્દ કરવાની કે કાશ્મીરના લોકોના ભાગલા પાડવાની કોશિષ કરશે તો ખતરનાક સ્થિતિ ઉભી થશે. મહેબૂબાએ કહ્યું કે ત્યારે જે રીતે એક સલાઉદ્દીન અને યાસીન મલિક ઉભા થયા હતા, આ વખતે તો સ્થિતિ એનાથી પણ ખરાબ હશે. જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે મહેબૂબાનું નિવેદન આપત્તિજનક છે. તેમણે કહ્યું કે ભાજપ કોઇ તોડફોડની પ્રક્રિયામાં લાગેલી નથી.
 
આની પહેલાં મહેબૂબા મુફ્તીએ ગુરૂવારના રોજ બળવાખોર નેતાઓ પર એક્શન લેવાનું શરૂ કરી દીધું. પીડીપીએ વિધાન પરિષદ સભ્ય યાસિક રેશીને બાંદીપુરા જિલ્લા અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા. યાસિર રેશી એ પીડીપી નેતાઓમાંથી એક છે જેણે જાહેરમાં મહેબૂબા મુફ્તીની આલોચના કરી હતી. પીડીપીમાં બળવાખોરના સૂર ખૂબ વધી ગયા છે, જેને લઇ સ્વાભાવિક પણે મહેબૂબા પરેશાન દેખાઇ રહ્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Photos Gujarat Heavy Rain - ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ભારે વરસાદ, રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી ...

news

ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ચાલુ - રાજકોટમાં આભફાટયું રામનાથ મહાદેવ પર થયો વરસાદનો જળાભિષેક

રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો....પાટીયાળીથી રાજકોટ જતાં ...

news

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને આપ્યુ આમંત્રણ

જાન્યુઆરી 2019ની ગણતંત્ર દિવસ પરેડમાં ભારતના મુખ્ય મહેમાન અમેરીકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ...

news

અમદાવાદમાંથી બોમ્બ મળી આવતા ભયનો માહોલ, પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપક્ડ કરી

અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ચારે બાજુ ભયનો માહોલ સર્જાયો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine