શશિ થરુર બોલ્યા - જો 2019માં બીજેપી જીતી તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે

તિરુવનંતપુરમ., ગુરુવાર, 12 જુલાઈ 2018 (11:05 IST)

Widgets Magazine

 કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે બીજેપી પર હુમલો બોલતા કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટી 2019ના લોકસભા ચૂંટણીમાં જીતે છે તો તેનાથી દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. તિરુઅનંતપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા શશિ થરુરે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી જો જીતે  છે તો તે નવો સંવિધાન લખશે. જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાની રાહ પર અગ્રેસર થશે. જ્યા અલ્પસંખ્યકોના અધિકારને કોઈ સન્માન આપવામાં આવતુ નથી. 
 
તેમણે કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતથી લોકતાંત્રિક મૂલ્ય સંકટમાં પડી જશે. 
 
થરુરે કહ્યુ કે જો બીજેપી લોકસભા ચૂંટણીમાં ફરી જીતશે તો તેનાથી ભારતનું સંવિધાન સંકટમાં પડી જશે.  આપણુ લોકતાંત્રિક સંવિધાન ખતમ થઈ જશે. કારણ કે તેમની પાસે ભારતીય સંવિધાનના લીરેલીરા ઉડાવવા અને એક નવુ સંવિધાન લખનારા સારા તત્વો છે.  જે અલ્પસંખ્યકોના સમાનતાના અધિકારને ખતમ કરી દેશે અને જે દેશને હિન્દુ પાકિસ્તાન બનાવી દેશે. સાથે જ તેમણે કહ્યુ કે મહાત્મા ગાંધી નેહરુ સરદાર પટેલ મૌલાના આઝાદ અને સ્વાધીનતા સંગ્રામના મહાન સેન આનીઓએ આ માટે લડાઈ નહોતી લડી. 
 
બીજી બાજુ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના આ નિવેદન પર બીજેપીએ પલટવાર કર્યો છે.  બીજેપીના  પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે થરુરના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. પાકિસ્તાન બનાવવા માટે કોંગ્રેસ જવાબદાર હતી. કારણ કે એકવાર ફરી તે ભારતને નીચુ બતાવવા અને ભારતના હિન્દુઓને બદનામ કરવાનુ કામ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સેંસેક્સ 36500 અંકની અભૂતપૂર્વ ઊંચાઈ પર, નિફ્ટી પણ 11000ના પાર

દેશના શેયર બજારમાં ગુરૂવારે મજબૂતીનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 9.55 વાગ્યે ...

news

રથ યાત્રા 2018 - જાણો દર વર્ષે ભગવાન જગન્નાથ 15 દિવસ માટે કેમ પડે છે બીમાર

રથયાત્રાના બરાબર 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડે છે. ભગવાન જગન્નાથ રથ યાત્રાના ...

news

ખેડા જીલ્લામાં શાળાએ જવા માટે જીવ જોખમમાં નાખીને આ રીતે નાળુ પાર કરે છે બાળકો

ખેડા. ગુજરાતમાં શાળાએ જતા બાળકોનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમારા રૂંવાટા ઉભા કરી ...

news

Mumbai Rain - મુંબઈમાં વાહનોની જગ્યાએ રસ્તા પર ફરી રહી છે બોટ જુઓ વીડિયો

Mumbai Rain - મુંબઈમાં વાહનોની જગ્યાએ રસ્તા પર ફરી રહી છે બોટ જુઓ વીડિયો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine