ભારતમાં હિંદુત્વ જેવું કંઈ નથી - દિગ્વિજયસિંહ

digvijay
Last Modified શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:20 IST)

વારંવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી જાણીતા કોંગ્રેસના સાંસદ 70 વર્ષની ઉંમરે પોતાની પત્ની અને જાણીતી એન્કર અમૃતા રાય સહિત પરિવાર અને મિત્રો સાથે
નર્મદા પરિક્રમા કરતા નર્મદા જીલ્લામા આવી પહોચ્યાં અને સુલપાણેશ્વર મહાદેવ મંદિરે વિશ્રામ કર્યો હતો. મધ્યપ્રદેશના રાધુગઢ ના મહારાજા ગણાતા દિગ્વિજય સિંહ છેલ્લા 20 વર્ષથી નર્મદા પરિક્રમા માટે વિચારતા હતા અને આ વખતે તમામ કામ કાજ સ્થગિત રાખી પોતના મિત્રો અને પરિવાર સાથે તેમના ગુરુ એવા શંકરાચાર્ય સ્વરૂપાનંદનજી સરસ્વતી ની અનુમતિ અને આયોજન થી તેઓ 200 જેટલા મિત્રોના ના ગ્રુપ સાથે 30 સપ્ટેમ્બર 2017 નારોજ થી બટવાન ઘાટ નારસંગપુરા મધ્યપ્રદેશ થી નર્મદા પરિક્રમા પગપાળા શરૂ કરી

તેઓ ની ઉમર 70 વર્ષ ની હોય રોજના 20 કિમિ ચાલી શકાય છે. જેથી તેઓ આ 54 દિવસમાં 925 કીમી જેટલું અંતર કાપી હાલ નર્મદા જિલ્લા ના કેવડિયા નજીક શૂલપાણેશ્વર ખાતે આવ્યા હતા. જ્યા પત્રકારો સાથે વાતચીતમાં રાજકીય ટિપ્પણી કરવાની ના પાડી હતી પણ ગુજરાતની જનતા જાણે છે કે કોણ સાચું કોણ જૂઠું છે માટે ગુજરાતની જનતા વોટિંગ કરે સાચી પાર્ટીને ચૂંટીને લાવે જુઠ્ઠી ને નહિ એવો આડકતરો કટાક્ષ માર્યો હતો. વિવિદાસ્પદ નિવેદનો ને લઈને હંમેશા ચર્ચા માં રહેતા ના મહાસચિવ દિગ્વિજય સિંહે ફરી એક નિવેદન વિવાદાસ્પદ આપ્યું મિડિયા સાથે વાતચીત કરતા ભાજપા હિંદુત્વને લઈને ચાલે છે ની વાત કરતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે હિન્દુત્વ જેવું દેશમાં કાંઈ છે જ નહી, એ તો વિર સાવકર આ શબ્દ લઈને આવ્યા હતા. પણ તે સનાતન ધર્મ ને માનતા હતા. આર્ય સમાજ ને માનતા નહતા જેવી એક વિવાદાસ્પદ વાત કરી હતી.


આ પણ વાંચો :