બેંગલુરુના બારમાં ભીષણ આગ, અંદર સૂઈ રહેલા 5 કર્મચારીઓનું મોત

Last Updated: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (10:19 IST)

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એક રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આગમાં બળી જવાથી 5 લોકોના મોત થઈ ગયા છે.

2 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૈલાશ બાર રેસ્ટોરન્ટમાં રાત્રે 2.30 વાગ્યે
આગ લાગી હતી. જે બાદ ફાયરબ્રિગેડને આ અંગેની સૂચના આપવામાં આવી. ફાયબ્રિગેડે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.


દુર્ઘટના બની ત્યારે કર્મચારીઓ અંદર ઊંઘી રહ્યા હતા. આગ લાગવાના કારણે તેઓ ફસાઇ ગયા અને આગની ઝપટમાં આવવાથી મોતને ભેટ્યા. મૃતકોના નામ સ્વામી (23), પ્રસાદ (20), મંજૂનાથ (45), કીર્તિ (24) અને મહેશ (35) છે. આ બારનુ લાઈસેંસ આરવી દાયશંકરના નામે છે. જો કે આગથી કેટલુ નુકશાન થયુ તેની હજુ સુધી જાણકારી મળી નથી.


આ પણ વાંચો :