ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ. , શનિવાર, 12 મે 2018 (11:03 IST)

કર્ણાટક ચૂંટણી LIVE: અત્યાર સુધી 10.6% વોટિંગ, મોદીએ યૂથને કરી ખાસ અપીલ

કર્ણાટકમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે.  રાજ્યમાં અત્યાર સુધી 10.6% વોટિંગ થયુ છે. પ્રદેશમાં સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપા મુખ્ય મુકાબલામાં છે. જો કે જદ એસે વિધાનસભા ચૂંટણીને ત્રિકોણીય બનાવી દીધી છે.  ચૂંટણી પંચે પ્રદેશના રાજારાજેશ્વરી નગર વિધાનસભા સીટ પર ચૂંટણી ટાળી દીધી છે.   કારણ કે ક્ષેત્રમાં એક એપાર્ટમેંટમાંથી મોટી સંખ્યામાં મતદાતા ઓળખપત્ર જપ્ત કર્યા હતા.  આ સીટ પર હવે 28 મે ના રોજ મતદાન કરાવવામાં આવશે. આ ઉપરાંત ભાજપા ઉમેદવાર અને નિવર્તમાન ધારાસભ્ય બી એન વિજય કુમારના નિધનના કારણે બેંગલુરૂ જયનગરા વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યુ નથી. મતોની ગણતરી 15મે ના રોજ થશે. મુખ્યમંત્રી સિદ્ધરમૈયા ભાજપાના બી.એસ. યેદિયુરપ્પા અને જદ એસ કે એચ.ડી કુમારસ્વામી સહિત પ્રદેશના મુખ્ય નેતા ચૂંટણી મેદાનમાં છે.  જેમના રાજનીતિક ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. 
– - શિકારીપુરામાં વોટ નાખવા પહોંચેલ પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા બોલ્યા - 17 મે ના રોજ સીએમ પદની શપથ લઈશ. બેલગાવી વિધાનસભા ક્ષેત્રના 185 નંબર પોલિંગ બૂથ પર મુસ્લિમ મહિલાની ઓળખ માટે તેને બુરકો ઉતારવા માટે કહેવામાં આવ્યુ. મહિલાએ અધિકારેઓની આ માંગનો વિરોધ કર્યો અને રડવા લાગી. 
– 222 સીટો પર મતદાન: શહેરી વિસ્તારોમાં સવારે જ ઉમટ્યા મતદાતાઓ, ગ્રામીણ ક્ષેત્રની સીટો પર અપેક્ષાકૃત ઓછી લાઇનો
– બેલ્લારી- ભાજપના કે બી શ્રીરામાલુએ પોતાનો વોટ નાંખતા પહેલાં ગૌપૂજા કરી. તેઓ હાલમાં સીએમ સિદ્ધારમૈયાની સામે બાદામી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
– હુબલીના બુથ નંબર 108 પર બદલવામાં આવ્યું VVPAT મશીન, આ બુથ પર ફરીથી વોટિંગ શરૂ થવામાં હજુ પણ સમય
– બેંગલુરૂ- બીટીએમ વિધનસભા ક્ષેત્રના બુથ નંબર 172 પર મતદાન કરવા પહોચ્યા લોકો
- સદાનંદ ગૌડાએ નાખ્યો વોટ 
- હાસનમાં EVM થયુ ખરાબ, વિરોધ પ્રદર્શન પછી બદલાઈ ગઈ મશીન