ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (10:20 IST)

અમિત શાહ અમદાવાદમાં પાટીદાર આગેવાનો સાથે ચર્ચાઓ કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોર બાદ સોમનાથ મંદિરે દર્શન કરશે. અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ તેઓ દિવ એરપોર્ટથી સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યાં તેઓ તેમના પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને મોડી સાંજે અમદાવાદ તેમના નિવાસસ્થાને આવશે. તેમજ પાટીદાર આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે અમિત શાહ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો સાથે સમય પસાર કરશે.

આ દરમિયાન તેઓ ગુજરાતના કેટલાક ચોક્કસ પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના કેટલાક પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ નવી દિલ્હી ખાતે અમિત શાહને મળ્યા હતા. તે સમયે અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન વધુ ચર્ચા કરીશું. આ ઉપરાંત અમિત શાહ ગુજરાત સરકારની કામગીરી અને બીજેપી સંગઠનની કામગીરીનો રિપોર્ટ પણ માગશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના બીજેપી નેતાઓ સાથે પણ બેઠક કરીને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી માર્ગ દર્શન આપશે.