શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (14:23 IST)

કિસાન ક્રાંતિ પદયાત્રા - દિલ્હી-યૂપી સીમા પર ખેડૂતો પર લાઠીચાર્જ, ટીયરગેસના સેલ પણ છોડ્યા

ભારતીય કિસાન યૂનિયનના બેનર હેઠળ આજે કિસાન ક્રાંતિ પદયાત્રા દિલ્હી પહોંચી રહી છે. ખેડૂતોની આ યાત્રા ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થઈ હતી. ત્યારે કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પૂર્વ દિલ્હીમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે..  હરદ્વારથી દિલ્હી સુધીની કિસાન ક્રાંતિ યાત્રાને મંગળવારે સવારે દિલ્હી નજીક ગાજીપુર ખાતે અટકાવી દેવાયા બાદ ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હોત.
ખેડતોની આ રેલી રાજઘાટ પહોંચવાની છે. જ્યાંથી ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે.ખેડૂતોની નવ માંગણીઓ છે. જેમાં તમામ દેવાની માફી અને વીજળીના વધેલા રેટ ઘટાડવાનો સમાવેશ થાય છે. ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના સેલ પણ છોડ્યા છે. ભારતીય કિસાન યુનિયન દ્વારા આ માર્ચનુ આયોજન કરાયુ છે. જે 23 ઓક્ટોબરે હરદ્વારથી નીકળી હતી. 2 ઓક્ટોબરે તેની દિલ્હીમાં પૂર્ણાહૂતિ થવાની હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કિસાન યૂનિયન અને સરકારની વાટાઘાટમાં કોઈજ નિકાલ આવ્યો નથી. જેમાં કિસાન યૂનિયને ખેડૂતોની દેવામાફી અને સસ્તા દરે વીજળીની માંગ કરી હતી. ખેડૂતો સરકાર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોના કહેવું છે કે, પાકના વ્યાજબી ભાવ ના મળવા પર ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. આંદોલનકારી ખેડૂતો મૃતક ખેડૂતોના પરિવાર માટે પૂર્નવાસની માંગ પણ કરી રહ્યા છે.
કિસાન યાત્રાની કારણે આજે નેશનલ હાઈવે 24 અને નેશનલ હાઈવે 58 પર જામ લાગશે તેવી શક્યતાઓ છે.