બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 ડિસેમ્બર 2018 (14:27 IST)

ખેડૂતોની કર્જમાફી પર ફરી બોલ્યા રાહુલ - પીએમ હજુ પણ સૂઈ રહ્યા છે પણ અમે તેમને જગાવીશુ

ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરી દીધો છે. ખેડૂતોએન કર્જ માફીના મુદ્દા પર આજે રાહુલે ફરી પીએમને ધેર્યા. રાહુલે ટ્વીટ કરી કહ્યુ - કોંગ્રેસે અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને લાંબી ઉંઘમાંથી જગાડી દીધા છે. પીએમ હજુ પણ સૂઈ રહ્યા છે. અમે તેમને પણ જગાવી દઈશુ. 
 
રાહુલે મંગળવારે પણ ખેડૂતોના કર્જ માફીને લઈને પીએમ મોદીને નિશાન બનાવ્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે - અમે પ્રધાનમંત્રી મોદીને ત્યા સુધી સુવા નહી દઈએ જ્યા સુધી કે તેઓ ખેડૂતોના કર્જ માફ નથી કરી દેતા. બધા વિપક્ષી દળ એક થઈને આની માંગ કરીશુ. અત્યાર સુધી પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક રૂપિયાની પણ છૂટ આપી નથી. 
 
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં સરકાર બનતા જ સીએમ કમલનાથે સૌ પહેલા ખેડૂતોના કર્જ માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે 2 લાખ રૂપિયા સુધીનુ કર્જ માફ કરવાનુ એલાન કર્યુ હતુ. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન વચન આપ્યુ હતુ કે કોંગ્રેસ સરકાર બનવાના 10 દિવસની અંદર ખેડૂતોના કર્જ માફ કરી દેશે. 
 
મધ્યપ્રદેશમા ખેડૂતોના કર્જ માફ થતા જ ભાજપા પર પણ દબાણ વધી ગયુ છે. તાજેતરમાં પરિસ્થિતિના જોતા અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પણ ખેડૂતોના કર્જ માફ કરવાનુ એલાન કર્યુ. તો બીજી બાજુ ભાજપા સરકારે ખેડૂતોના વીજળી બીલ માફ કર્યા તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છેકે 2019ની ચૂંટણી ખેડૂતોના કર્જમાફીના મુદ્દા પર લડાશે.