શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (14:26 IST)

પડદા પાછળની વાત ચર્ચાએ ચઢીઃ આનંદીબેને પીએમ મોદીને એક ફોન કર્યો અને થયો હતો આ આદેશ

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ૧૧૪ બેઠકો પ્રાપ્ત થઇ છે. ભાજપ પાસે 109 સીટ છે અને બસપા અને સપાની 3 અપક્ષે ચાર બેઠકો મેળવી છે. તેથી ભાજપે જો સત્તા પ્રાપ્ત કરવી હોય તો કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા સિવાય છૂટકો નહોતો જે અશક્ય છે. છતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પ્રયત્નો કરવામાં ક્યાય પાછા પડે તેમ નથી. મધ્યપ્રદેશમાં સતાની લગભગ નજીક હોવા છતાં ભાજપે હાર સ્વીકારી છે અને દિલ્હીથી આદેશ થતાં શિવરાજે સિંહ ચૌહાણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.પરંતુ પડદા પાછળ એક એવી પણ વાત બહાર આવી છે કે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરીને એવો સંદેશો પહોચાડ્યો હતો કે મધ્ય પ્રદેશના રાજકારણમાં નવો કોઈ વિવાદ ઉભો કરીને સત્તા મેળવવા માટે ધારાસભ્યોની તોડફોડ કરવા માટે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મધ્ય પ્રદેશ આવવા દેવા નહિ. આ સંદર્ભની ટ્વીટ પણ કોઈ સ્થાનિક પત્રકાર દ્વારા કરવામાં આવી છે. ભાજપને સૌથી વધુ દુખ મધ્ય પ્રદેશની હારનું છે.જાણકારોના માનવા મુજબ એમપીમાં ભાજપ પાસે કોઈ ચાન્સ ન હોવાથી તેને હાર સ્વીકારી છે. મધ્ય પ્રદેશનું ગણિત જોતાં 230 સીટોની વિધાનસભામાં 116નો આંક મેજિક ફિગર છે. જેમાં કોંગ્રેસને બહુમત ન હોવા છતાં 114 સીટો મળી છે. બસપા અને સપાને 3 અને 4 અપક્ષ ધારાસભ્યો વિજેતા બન્યા છે. જેઓ પણ કોંગ્રેસના જ બળવાખોરો છે. જેઓ ભાજપને ટેકો આપે તેવી સંભાવના ઓછી હતી. બીજીતરફ ભાજપે બસપા અને સપા પાસે વધુ સીટ હોય તો યુપીના જોરે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હોત પણ ભાજપ પાસે 109 સીટ હોવાથી કોંગ્રેસમાંથી ધારાસભ્યો તોડવા સિવાય છૂટકો ન હતો. આ સ્થિતિમાં એ શક્ય ન હોવાથી ભાજપે હાર સ્વીકારી છે.