બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (16:38 IST)

મહારાષ્ટ્ર MLC ચૂંટણી - એમવીએને મોટો ફટકો, 6માંથી 4 સીટો પર BJPએ કર્યો કબજો

મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ સીટો પર થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૂબાની સત્તા પર કબજો કરી મહા વિકાસ આઘાડી (એમવીએ)ને મોટો ફટકો આપતા નાગપુર સહિત ચાર સીટો પર જીત નોંધાવી છે. ભાજપાએ અકોલા-બુલઢાણા-વાશિમ સીટ શિવસેના પાસેથી છીનવી લીધી. મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીની આ જીત પર પ્રતિક્રિયા કરતા કહ્યુ કે ભાજપાએ એમવીએના આ મિથકને તોડી નાખ્યુ છે કે ત્રણે દળ (શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ)મળીને પ્રદેશમાં બધી ચૂંટણી જીતી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 10 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ બેઠકો માટે મતદાનની જાહેરાત કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં, શિવસેનાના સુનિલ શિંદેએ એક બેઠક જીતી હતી અને બીજેપીના રાજહંસ સિંહે બિનહરીફ જીત મેળવી હતી. કોલ્હાપુર અને નંદુરબાર-ધુલે વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે એક-એક બેઠક બિનહરીફ જીતી હતી. નાગપુર અને અકોલા-બુલધાના-વાશિમ બેઠકો પર 10 ડિસેમ્બરે મતદાન થયું હતું. જિલ્લા માહિતી કચેરીના જણાવ્યા અનુસાર, નાગપુરમાં પડેલા 554 મતોમાંથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને 362 મત મળ્યા, જ્યારે MVA સમર્થિત અપક્ષ ઉમેદવાર મંગેશ દેશમુખને 186 મતોથી સંતોષ માનવો પડ્યો. અકોલા-વાશિમ-બુલઢાણામાં, શિવસેનાના ત્રણ વખતના એમએલસી ગોપીકિશન બાજોરિયાને ભાજપના વસંત ખંડેલવાલથી હરાવ્યા હતા. કુલ 808 મતોમાંથી ખંડેલવાલને 443 જ્યારે બાજોરિયાને 334 મત મળ્યા.
 
આ જીતથી ચકનાચુર કર્યો એમવીએ નો ભ્રમ - ફડણવીસ 
 
બીજેપીની આ જીત પર ફડણવીસે કહ્યું, "MVAમાં સામેલ પાર્ટીઓ દાવો કરી રહી હતી કે ત્રણેય પાર્ટીઓ સાથે મળીને તમામ ચૂંટણી જીતશે. અમે આ દંતકથાને તોડી નાખી છે અને મને લાગે છે કે આ વિજયે અમારી ભાવિ જીતનો પાયો નાખ્યો છે. ખંડેલવાલે તેમની જીતનો શ્રેય તેમની પાર્ટીની સફળ રણનીતિને આપ્યો.