શુક્રવાર, 3 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 એપ્રિલ 2022 (09:47 IST)

નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના જયનગર એક્સપ્રેસના 11 ડિબ્બા પાટાથી ઉતર્યા

Major train accident near Nashik
મહારાષ્ટ્રના નાસિક પાસે રવિવારે ટ્રેન અકસ્માત થયો હતો. 11061 LTT-જયનગર એક્સપ્રેસના લગભગ 10 કોચ લહવિત અને દેવલાલી વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ અનુસાર, લહવિત અને દેવલાલી (નાસિક નજીક) વચ્ચે ડાઉન લાઇન પર બપોરે લગભગ 3.10 વાગ્યે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
 
ઘટના બાદ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ મુસાફરના જાનહાનિના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં કેટલાક મુસાફરોને ઈજા થઈ શકે છે. હાલમાં, એક મેડિકલ ટ્રેન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નથી.