શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 જુલાઈ 2018 (12:12 IST)

મોદી પર રાસાયણિક હુમલો કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

પીએમ નરેન્દ્ર મોદી પર રાસાયણિક હુમલાની ધમકી આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નિયંત્રણ કક્ષમાં ફોન કરવાના આરોપમાં પોલીસે મુંબઈથી 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. 
 
પોલીસે એક અધિકારીને આજે જણાવ્યું કે, સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરનાર કાશીનાથ મંડળને ડીબી માર્ગ પોલીસે 27 જુલાઈએ ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, તેને નવી દિલ્હી સ્થિત એનએસજી નિયંત્રણ કક્ષનો ફોન નંબર મેળવ્યો હતો અને શુક્રવારે ત્યાં ફોન કરીને વડાપ્રધાન પર રાસાયણિક હુમલાની ધમકી આપી હતી.
 
એનએસજીએ જે નંબરથી ધમકી ભર્યો ફોન કર્યો હતો તેને મુંબઈમાં ટ્રેસ કર્યા બાદ તેની સૂચના લોકલ પોલીસને આપી હતી. તેને જણાવ્યું કે, પોલીસે ઝારખંડ નિવાસી મંડલને શોધ્યો અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી જ્યારે તે સૂરત જનાર એક ટ્રેનમાં ચઢવા જઈ રહ્યો હતો. આ વ્યક્તિ વાલકેશ્વર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો.