સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (10:58 IST)

અહીં લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન - મુંબઈની 26 મસ્જિદોના ધર્મગુરુઓનો મોટો નિર્ણય

loudspeaker
લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન- લાઉડસ્પીકર અઝાનને લઈને શભરમાં વિવાદ થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ મામલાએ જોર પકડ્યું છે. એક તરફ જ્યાં આ વિવાદને લઈને રાજકારણ પણ ચરમસીમા પર છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ લાઉડસ્પીકર પર અઝાનને લઈને મોટો નિર્ણય લીધો છે.

દક્ષિણ મુંબઈની 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ નિર્ણય લીધો છે કે સવારે લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાં અઝાન આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ સુન્ની મોટી મસ્જિદમાં મળેલી બેઠક બાદ સર્વસંમતિથી આ મોટો નિર્ણય લીધો છે.