મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2022 (16:32 IST)

Mumbai Police Gets Call Threat- હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી

અચાનક હોસ્પિટલની લેન્ડલાઈન પર ફોન રણક્યો. ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો
 
Mumbai Police Gets Call Threat:  મુંબઈમાં આજે બપોરે 12.57 કલાકે હંગામો મચી ગયો હતો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
 
પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફોન કરનારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે