1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (19:00 IST)

પીએમ મોદીના જન્મદિવસ પર બન્યો વેક્સીનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોએ લગાવી વેક્સીન

Narendra Modi 71st Birthday India made record
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત કોરોનાના મેગા વેક્સીનેશન  કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 2 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. અગાઉ, બપોરે 1.30 સુધીમાં, દેશભરમાં રસીકરણની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગયો. સાથે જ  બપોરે 2.30 સુધીમાં, આ આંકડો 1.25 કરોડને પાર કરી ગયો છે. બપોરે 3.30 સુધીમાં આ આંકડો 1.60 કરોડને પાર કરી ગયો છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે આ દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આ દિવસે દેશભરમાં મેગા વેક્સીનેશનનો વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવશે.
 
દેશભરમાં આ મેગા વેક્સીનેશન માટે, ભાજપે 6 લાખથી વધુ વોલેટિયર્સની સેના તૈયાર કરી છે, જે લોકોને રસી અભિયાનમાં જોડાવવામાં મદદ કરી રહ્યા છે. આ સ્વયંસેવકો લોકોને રસીકરણની લાઈન સુધી પહોંચાડવામાં અને તેમને અનુકૂળ રીતે રસી અપાવવામાં મદદ કરી રહ્યા છે. આ દુનિયાનોવિશ્વનો સૌથી મોટો સ્વયંસેવક કાર્યક્રમ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, ભાજપે એક દિવસમાં 1.5 કરોડ રસીકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતુ.