ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 7 જૂન 2018 (10:07 IST)

પ્રણવ મુખર્જીની પુત્રીએ પિતાને આપી સલાહ, ભાષણ ભૂલાય જશે તસ્વીર હંમેશા યાદ રહેશે

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવાને લઈને અનેક કોંગ્રેસ નેતાઓના નિવેદન પછી હવે તેમના પરિવારના લોકોએ સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે.  પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ કહ્યુ કે તેઓ(પ્રણવ મુખર્જી)  નાગપુર જઈને ભાજપા અને આરએસએસને ખોટા સમાચાર રચવા અને અફવાઓ ફેલાવવાની તક આપી રહી છે. 
 
તેમણે પોતે ભાજપામાં જવાની અટકળોને રદ્દ કરી. તેમને પોતાના પિતાને પણ સચેત કર્યા કે તેઓ આજની ઘટનાથી સમજી ગયા હશે કે ભાજપાની ડર્ટી ટ્રિક્સ વિભાગ કેવી રીતે કામ કરે છે. દિલ્હી કોંગ્રેસની મુખ્ય પ્રવક્તા શર્મિષ્ઠાએ ટ્વીટ કર્યુ, 'આશા કરુ છુકે પ્રણવ મુખર્જીને આજની ઘટાનથી તેનો અહેસાસ થઈ ગયો હશે કે ભાજપાની ડર્ટી ટ્રિક્સ વિભાગ કેવી રીતે કામ કરે છે.' 
 
તેમણે કહ્યુ, અહી સુધી કે આરએસએસ ક્યારેય આ કલ્પના પણ નથી કરે કે તમે તમારા ભાષણમાં તેમના વિચારોનુ સમર્થન કરશો. પણ ભાષણ ભુલાવી દેવામાં આવશે અને તસ્વીરો યાદ રહી જશે અને તેને ફરજી નિવેદનો સાથે ફેલાવવામાં આવશે.  તેમણે કહ્યુ, 'તમે નાગપુર જઈને ભાજપા/આરએસએસને ખોટા સમાચાર રચવા, અફવાઓ ફેલાવવા અને તેમને કોઈને કોઈ રીતે અવિશ્વસનીય બનાવવાની સુવિદ્યા પુરી પાડી રહ્યા છે અને આ તો ફક્ત શરૂઆત છે.' 
 
પ્રણવ મુખર્જીને આરએસએસના સ્વયં સેવકો માટે આયોજીત સંઘ શિક્ષા વર્ગના દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. શર્મિષ્ઠા પહેલા સંદીપ દીક્ષિત, સીકે જાફર શરીફ અને કોંગ્રેસના અનેક અન્ય નેતા પૂર્વ રાષ્ટ્રપતિના આ પગલા પર સવાલ ઉભા કરી ચુક્યા છે.  જો કે કોંગ્રેસ પાર્ટીએ આ વિશે અધિકારિક રૂપે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.