મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:17 IST)

રાષ્ટ્રપતિની બે દિવસીય લદ્દાખ અને જમ્મુ -કાશ્મીરની મુલાકાત

president ram nath kovind visit jammu and laddakh
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ દશેરા પર્વ લદ્દાખના દ્વાસ સૈન્ય જવાનો સાથે ઉજવશે. રાષ્ટ્રપતિ ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત લદ્દાખથી કરી રહ્યા છે. લદ્દાખના ઉપરાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું, ગુરુવારે રાષ્ટ્રપતિ લેહના સિંધુ ઘાટ પર સિંધુ દર્શનપૂજામાં શામેલ થશે. રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરેલી સૂચના અનુસાર 14 ઓક્ટોમ્બરની સાંજે રામનાથ કોવિંદ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સૈન્ય જવાનો સાથે મુલાકાત કરશે.
 
15 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે, આ બાદ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે.