મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 5 નવેમ્બર 2023 (13:08 IST)

દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ, ધોરણ 6 થી 12 ઓનલાઈન ભણાવવામાં આવશે

Delhi School Holidays: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં ધોરણ પાંચ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને લઈને નિર્ણય લીધો છે.
 
દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તમામ પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવામાં આવ્યો છે.