કોંગ્રેસ મુક્ત ભારત શક્ય નથી કારણ કે મોદીજીએ પોતાની રેલીઓમાં અડધો સમય કોગ્રેસને આપ્યો ના હોત - રાહુલ ગાંધી

બુધવાર, 13 ડિસેમ્બર 2017 (16:58 IST)

Widgets Magazine


 કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતી ન્યૂઝ ચેનલો સાથેની ખાસ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે ગુજરાત ચૂંટણી પ્રચાર અભિયાનમાં વડાપ્રધાને ભ્રષ્ટાચારનો મુદ્દો નથી ઉઠાવ્યો.  જીએસટીના કારણે ગુજરાતમાં 50 ટકા જેટલી આવક ઘટી છે. ભાજપ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવે છે પણ હવે ગુજરાતની જનતા હકીકતના આધારે વોટ કરશે.

ગુજરાતમાં સત્તા આવવાની સ્થિતિમાં કોંગ્રેસની પ્રાથમિકતા પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમારી સરકાર પોતાના મનની વાત નહીં કરે પણ જનતાના મનની વાત કરશે. ગુજરાતે મને પ્રેમ આપ્યો છે અને મારું દિલ જીતી લીધું છે. ગુજરાત માટે હંમેશા મારા દિલમાં પ્રેમ રહેશે.  છેલ્લા 22 વર્ષોમાં મોદીજી અને રુપાણીજીએ એકતરફી વિકાસ કર્યો છે અને માત્ર 5-10 લોકોને ફાયદો મળ્યો છે. દરેકને તેના અધિકાર નથી આપવામાં આવ્યા. અમે જે ગુજરાત વિશે જે નિર્ણય લઇશું એ ગુજરાતની જનતાનો અવાજ સાંભળીને લઇશું. 

રાહુલ ગાંધીની મંદિર મુલાકાત મામલે થઈ રહેલા વિવાદ વિશે પોતાનો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે મને જ્યારે મોકો મળે છે ત્યારે હું મંદિર જાઉં છું. કેદારનાથ પણ ગયો હતો તો શું એ ગુજરાતમાં છે? હું જે પણ મંદિરમાં ગયો છું એમાં મેં ગુજરાતના લોકો માટે 'સોનેરી ભવિષ્ય'ની કામના કરી છે અને વધારે સારા વિકાસની પ્રાર્થના કરી છે.  તેમણે કહ્યું કે, બીજેપી આ વખતે પરિણામોથી સરપ્રાઇઝ થઇ જશે.  રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની જનતામાં આ વખતે બીજેપી વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. બીજેપી ગુજરાતમાં જે વિઝન આપવાનું હતું તે આપી શકી નથી, પરંતુ કોગ્રેસે ગુજરાતની જનતાને પૂછીને વિઝન બનાવ્યું છે. આ એકતરફી ચૂંટણી છે. આ વખતે કોગ્રેસનો વિજય થશે અને બીજેપી પરિણામોથી ચોંકી જશે. 
મોદીના કોગ્રેસ મુક્ત ભારત પર હુમલો કરતા રાહુલે કહ્યું કે, જો દેશમાં કોગ્રેસ મુક્તની હવા ચાલી રહી હોત તો મોદીજી પોતાની રેલીઓમાં અડધો સમય કોગ્રેસને આપ્યો ના હોત. લોકોની ભાવના હવે બદલાઇ ગઇ છે. 1992ના સમયની હવે વાત રહી નથી કોગ્રેસ આ વખતે ગુજરાતમાં ચૂંટણી જીતશે.  મતભેદ હોઇ શકે છે પરંતુ પ્યારથી વાત થવી જોઇએ. મારો પ્રયાસ રહેશે કે કોગ્રેસની જે વિચારધારા છે તેને આગળ વધારવી જોઇએ.  મોદીના મણિશંકરના નિવેદન પર રાહુલે કહ્યું કે, દેશના વડાપ્રધાન અંગે ખોટી વાતો તેમને સ્વીકાર્ય નથી. વડાપ્રધાન મોદી અમારા અંગે કાંઇ પણ બોલી શકે છે પરંતુ અમે એવી ભાષાનો ઉપયોગ કરીશું નહી. મણિશંકરને તેમના નિવેદન પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મે મણિશંકરને સ્પષ્ટ કહી દીધું છે કે વડાપ્રધાન અંગે આવી ભાષાનો ઉપયોગ કરવો જોઇએ નહીં. રાહુલે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગે ખોટી ભાષાનો ઉપયોગ કરવાનું કોઇ શોભતું નથી, અમે એવી ભાષાનો ઉપયોગ કરતા નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ મુક્ત ભારત. મોદીજીએ પોતાની રેલીઓ રાહુલ ગાંધી.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Kejriwal Bjp Congress Narendra Modi Hardik Patel Vijay Rupani 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. થાય છે Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચૂંટણી પછી હાર્દિકને એકલો પાડી દેવાનો કારસો ઘડાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાને પડેલા હાર્દિક પટેલની નેતાગીરીને ...

news

બીજો તબક્કો કોંગ્રેસ માટે આસાન નહીં હોય, બળવાખોરો જ કોંગ્રેસને હરાવવા ભાજપને મદદ કરશે

ગુજરાતની ચૂંટણીના બીજા અને અંતિમ ચરણમાં ગુરૂવારે 93 વિધાનસભા સીટો પર મતદાન થશે. કોંગ્રેસ ...

news

આજના દિવસોમાં ભાજપના મત કાપવા પાસના કન્વીનરોની ટીમ ડોર ટુ ડોર પ્રચારમાં લાગશે

ચૂંટણીની આદર્શ આચાર સંહિતા મુજબ ભલે પ્રચાર 12 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો હોય ...

news

મોદી અમિત શાહ અને અડવાણી અમદાવાદમાંથી મતદાન કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતનાં વતની છે. રાણીપ વિધાનસભાના મતક્ષેત્રમાં તેમનું ...

Widgets Magazine