બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , શુક્રવાર, 23 માર્ચ 2018 (10:10 IST)

આજે રાજ્યસભા ચૂંટણી - બધા દળોમાં થઈ શકે છે ક્રોસ વોટિંગ

ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનમાં નવા પેંચ આવી ગયો છે.  ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ રાજ્યસભા ચૂંટણી થવાની છે અને બસપા પોતાના ઉમેદવાર ભીમરાવ આંબેડકરને જીતાડવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. સપાએ જયા બચ્ચનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે અને પોતાના 10 વધુ વોટ બસપાને આપવાનુ વચન આપ્યુ છે.  પણ નરેશ અગ્રવાલે સપા છોડી દેતા અને ભાજપામાં ચાલ્ય જવાથી તેમના પુત્ર નિતિન અગ્રવાલ હવે ભાજપા ઉમેદવારને વોટ આપશે.  આ ઉપરાંત પણ એક વધુ સપા ધારાસભ્યના ભાજપા દળમાં જવાની શક્યતા છે. જેનાથી બસપાની ચિંતા વધી ગઈ છે. 
આને કારણે બસપા પ્રમુખ માયાવતીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને ફોન કરી સપાના 10 પ્રતિબદ્ધ ધારાસભ્યોને વોટ બસપા ઉમેદવારને વહેંચણી કરવાનો આગ્રહ કર્યો છે. બુઆજીના આ આગ્રહને કારણે હવે અખિલેશ ધર્મસંકટમાં છે કારણ કે 10 પ્રતિબદ્ધ ધારાસભ્યોના વોટ જો બસપાને આપી દેવામાં આવે અને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થઈ ગઈ તો સપાની અધિકૃત ઉમેદવાર જયા બચ્ચનની સીટ બચાવવામાં મુશ્કેલી થઈ જશે. 
 
સપાના સૂત્રો મુજબ પાર્ટીના મોટાભાગના નેતા બસપા મુખિયાના આ અગ્રહને માનવાના પક્ષમાં નથી  પણ અંતુમ નિર્ણય અખિલેશ પર છોડી દીધો છે. બસપાના 19 ધારાસભ્ય છે અને સીટ જીતવા માટે 37 ધારાસભ્ય જોઈએ. બસપાને રણનીતિ છે કે સપાના 10 વોટ જો તેમને મળી જાય તો તેમનો માર્ગ સહેલો થઈ શકે છે. કારણ કે કોંગ્રેસના 7 અને રાલોદનો એક વોટ તેમને મળવો પહેલાથી જ નક્કી છે. 
 
જોડતોડનું ગણિત ચાલુ - સાંસદ નરેશ અગ્રવાલ સાથે તાજેતરમાં ભાજપામાં જોડાયેલા તેમના પુત્ર અને સપા ધારાસભ્ય નિતિન અગ્રવાલ આ રાત્રિ ભોજમાં સામેલ ન થયા. તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આયોજીત ભાજપા ધારાસભ્યોની બેઠકમાં જોડાયા. આ બેઠકમાં સુભાસપા પ્રમુખ અને રાજ્ય સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર પણ હાજર હતા. બીજી બાજુ સપાના વરિષ્ઠ નેતા પૂર્વ મંત્રી શિવપાલ યાદવના સપામાં એક્ટિવ થતા જ યૂપીની રાજનીતિમાં મોટો ઉલટ ફેર સામે આવ્યો છે. નિષાદ પાર્ટીના એક માત્ર ધારાસભ્ય વિજય મિશ્રા શિવપાલ યાદવને મળવા પહોંચ્યા.  ગઈકાલ સુધી ભાજપાના ગુણગાન ગાનારા વિજય ગુરૂવારે શિવપાલને મળવા તેમના રહેઠાણ પર પહોંચ્યા. શિવપાલ વિજય મિશ્રા સાથે સપા-બસપાના પક્ષમાં વોટિંગ કરાવી શકે છે.  વિજયના જતા જ ભાજપામાં હડકંપ મચી ગયો છે. 
 
બસપા સુપ્રીમોએ મુકી શરત - રાજ્ય સભા ચૂંટણીમાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કરવાના ભયને કારણે બસપા અધ્યક્ષ માયાવતીએ સમાજવાદી પાર્ટી પાસે પોતાના ઉમેદવાર માટે 9 વિશ્વાસુ ધારાસભ્યોની યાદી રજુ કરવા કહ્યુ છે. બસપા સુપ્રીમોનો આ સંદેશ સપા અધ્યક્ષ સુધી પહોંચી ગયો છે.  બસપા ઈચ્છે છે કે તેમના ઉમેદવાર ભીમરાવ આંબેડકરને સપા ધારાસભ્યનો પ્રથમ પસંદનો વોટ મળે.  
 
જો આવુ થયુ તો સમાજવાદી પાર્ટીની જાહેર ઉમેદવાર જયા બચ્ચનને જીતમાં મુશ્કેલી થઈ શકે છે. સપા નહી ઈચ્છે કે કોઈ પણ હાલતમાં જયા બચ્ચનને બીજા સ્થાનમાં મુકવામાં આવે. આવુ થયુ તો સપા ઉમેદવાર જયા બચ્ચન માટે ચૂંટણી જીતવી મુશ્કેલ થઈ જશે. સમાજવાદી પાર્ટીએ બસપાને પોતાના 9 વિશ્વસનીય ધારાસભ્યોના નામ મોકલી દીધા છે.