શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :લખનૌ. , શનિવાર, 11 માર્ચ 2017 (07:08 IST)

UP વિધાનસભા ચૂંટણી - પરિણામ આજે, કોની રંગાશે અને કોની પ્રગટશે હોળી ?

રંગોના તહેવારથી ઠીક પહેલા ઉત્તર પ્રદેશમાં શનિવારે ચૂંટણીના પરિણામોના પિટારો ખુલવાની સાથે જ આ નક્કી થઈ જશે કે આ વખતે કોણ હોળી ઉજવશે અને કોણી આશાઓ પર પાણી ફેરવાશે.  આ વખતે ચૂંટણીમાં લગભગ બધા દળોએ બધુ દાવ પર છે.  અને આ ચૂંટણી અનેકના ભવિષ્ય નક્કી કરી શકે છે. નોટબંધી જેવા સાહસિક નિર્ણય પછી થઈ રહેલ આ ચૂંતણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વસનીયતા નક્કી કરશે જ સાથે જ સપાના નવા અધ્યક્ષ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાખ અને ભવિષ્યને પણ ઘણા હદ સુધી નક્કી કરી નાખશે. આ સાથે જ લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી પ્રદેશની સત્તામાં વાપસી પ્રત્યે આશ્વસ્ત બસપાનું ભવિષ્ય પણ આ ચૂંટણી પરિણામો પર ટક્યુ છે. 
 
સપા-કોંગ્રેસ ગઠબંધન બહુમતથી દૂર 
 
જો કે વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપા અને સપા-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કરના દાવા કરવામાં આવ્યા છે. પણ બંને જ બહુમતથી દૂર છે.  આ ઉપરાંત બસપાને ત્રીજા નંબર પર બતાવાય છે.  છેલ્લા અનેક ચૂંટણીના અનુભવ મોટાભાગે એક્ઝિટ પોલના પક્ષમાં રહ્યા નથી. હવે બધાની નજર 11 માર્ચના રોજ મળનારા જનાદેશ પર ટકી છે. આ વર્ષે જાન્યુઆરેમાં સપામાં બગાવત પછી પોતાના પિતા મુલાયમ સિંહ યાદવના સ્થાન પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલ અખિલેશ આ ચૂંટણીમાં પહેલીવાર કોઈપણ જાતના દબાવ વગર પોતાના હિસાબથી પાર્ટીના રણનીતિક મામલા અને ટિકિટ વિતરણ વિશે નિર્ણય લીધા.  જેની અનેક અવસરો પર આલોચના કરવામાં આવી. પણ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આવામાં આ વિધાનસભા ચૂંટણીના પરિણામ અખિલેશની રાજનીતિક સમજ, કૌશલ, દક્ષતા નિર્ણય લેવા અને નેતૃત્વ કરવાની ક્ષમતાના માપદંડોને લગભગ નક્કી કરી નાખશે. 
 
ભાજપાના નેતા પાર્ટીને લઈને કરી રહ્યા છે બહુમતનો દાવો 
 
અખિલેશે પ્રદેશમાં ચૂંટણી પૂર્વ ગઠબંધનોના ખરાબ પરિણામોના ઈતિહાસ અને પોતાના પિતા સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના વિરોધ છતા એક નવી આશા સાથે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી. તેમનો આ નિર્ણય એકબાજુ જ્યા તેમને પ્રદેશની સાથે સાથે રાષ્ટ્રીય સ્તર પર એક નવા વર્ષ 2014માં પ્રચંડ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવનારી ભાજપાને ત્યારબાદ ઇલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર ફટકો લાગ્યો હતો.  તેને મોદીની સાખ મોદી લહેર ઓછી થવાનો દાવો કરવામાં અવી રહ્યો હતો.  આવામાં ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામ પાર્ટીની સાથે સાથે મોદી માટે કેટલા મહત્વપૂર્ણ રહેશે તેનો અંદાજ સારી રીતે લગાવી શકાય ચ હે.  જો કે પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપાના તમમ નેતા ચૂંટણીમાં પોતાની પાર્ટીને સ્પષ્ટ બહુમતનો દાવો કરી રહ્યા છે.  અને અનેકવાર તો વહેણમાં વહીને વોટોની ગણતરી પછીનો ઘટનાક્રમ પણ બતાવી રહ્યા છે. પણ ખામોશ મતદાતાઓના આદેશને જાણવા માટે 11 માર્ચના રોજ જ્યારે વોટોની ગણતરી શરૂ થશે ત્યારે શુ તહ્શે તેનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે. 
 
 
માયાવતી 4 વાર રહી ચુકી છે પ્રદેશની મુખ્યમંત્રી 
 
વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ ન જીતનારી મુખ્ય વિપક્ષી પાર્ટી બસપા માટે આ ચૂંટણી તેના ભવિષ્યનો ચહેરો નક્કી કરી શકે છે. બસપા મુખિયા માયાવતી 4 વાર પ્રદેશની મુખ્યમંત્રી રહી ચુકી છે અને પાર્ટીના ચૂંટણી પ્રચારની જવાબદારી મુખ્ય રીતે તેમના ખભાર પર રહી.  માયાવતી બસપાની એકમાત્ર ટોચની નેતા છે. તેથી ચૂંટણીમાં પાર્ટીની હાર-જીતની સીધી અસર તેના પર જ પડશે. પ્રદેશની જનતાને ક્યારેય કોઈ પાર્ટી કે ગઠબંધનને સતત બીજી વાર સરકાર બનાવવાની તક આપી નથી.  છેલ્લા બે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં દ્વિદળીય વ્યવસ્થાના સૂત્રપાત થતા જોવા મળ્યા છે અને કોંગ્રેસ તેમજ ભાજપા જેવી રાષ્ટ્રીય પાર્ટીઓને પછાડીને સપા અને બસપા જ વારાફરતી સત્તામાં આવી છે. બસપાને વિશ્વાસ છે કે આ પ્રક્રિયા ચાલુ રહેશે અને આ વખતે સત્તા તેના હાથમાં આવશે.. હવે કોણા દાવા સાચા પડશે તે તો 11 તારીખે જ ખબર પડશે... તમે જોતા રહો વેબદુનિયા ગુજરાતી પર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામનું લાઈવ અપડેટ્સ...