શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (16:07 IST)

Sardar Vallabhbhai Patel: કંઈક આવી છે વલ્લભ ભાઈ પટેલના 'સરદાર' બનવાની યાત્રા, જાણો 10 ખાસ વાતો

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી 31 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. સરદાર વલ્લભાઈએ  565 રાજ્યોનો વિલય કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવ્યુ હતુ. આ જ કારણ છે કે સરદાર વલ્લભાઈ પટેલની જય%તીના અવસર પર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાય છે. પહેલીવાર રાષ્ટ્રીય એકતા દિવસ 2014માં ઉજવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતનો જે નક્શો બ્રિટિશ શાસનમાં ખેચવામાં આવ્યો હતો તેની 40 ટકા જમીન આ દેશી રાજ્યો પાસે હતી.  આઝાદી પછી આ રાજ્યોને ભારત કે પાકિસ્તાનમાં વિલય કે પછી સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. સરદાર પટેલે પોતાની દૂરદર્શિતા, ચતુરાઈ અને ડિપ્લોમેસીને કારણે આ રાજ્યોનો ભારતમાં વિલય કરવામાં આવ્યો હતો. 
 
-  સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર પટેલે કરમસદમાં પ્રાથમિક વિદ્યાલય અને પેટલાદ સ્થિત ઉચ્ચ વિદ્યાલયમાં અભ્યસ પ્રાપ્ત કર્યો  પણ તેમને 
 
મોટાભગનુ જ્ઞાન ખુદ વાંચીને જ મેળવ્યુ. 
 
-  વલ્લભાઈની વય લગભગ 17 વર્ષના હતા જ્યારે તેમના લગ્ન ગુના ગામમાં રહેનારી ઝાવેરબા સાથે થયા. 
 
પટેલે ગોધરામાં એક વકીલના રૂપમાં પોતાની કાયદાકીય પ્રેકટીસ શરૂ કરી. તેમણે એક વકીલના રૂપમાં ઝડપથી સફળતા મેળવી અને ટૂંક સમયમાં જ અપરાધિક મામલા લેનારા મોટા વકીલ બની ગયા. 
 
- ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરવા માટે પટેલ પર પોતાની પસંદગી ઉતારતા ગાંધીજીએ કહ્યુ હતુ, અનેક લોકો મારી પાછળ આવવા માટે તૈયાર હતા. પણ હુ મારુ મન ન બનાવી શક્યો કે મારો ડિપ્ટી કમાંડર કોણ 
 
હોવો જોઈએ. પછી મે વલ્લભભાઈ પટેલ વિશે વિચાર્યુ. 
 
- વર્ષ 1928માં ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ થયો. જેનુ નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યુ. આ મોટુ  ખેડૂત આંદોલન હતુ.  એ સમયે ક્ષેત્રીય સરકાર ખેડૂતો પાસેથી મોટુ લગાન વસૂલ કરી રહી હતી. સરકારે  
 
લગાનમા 30 ટકા વૃદ્ધિ કરી દીધી હતી. જેના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન હતા. વલ્લભાઈ પટેલે સરકારની મનમાનીનો કડક વિરોધ કર્યો. સરકારે આ આંદોલનને કચડવાનો પ્રયત્ન કરવામાં અનેક કડક પગલા 
 
લીધા. પણ અંતમાં વિવશ થઈને સરકારને પટેલ આગળ નમતુ લેવુ પડ્યુ અને ખેડૂતોની માંગ પુરી કરવી પડી. બે અધિકારીઓની તપાસ પછી લગાન 30 ટકાથી 6 ટકા કરી દેવામાં આવ્યો.  બારડોલી 
 
સત્યાગ્રહની સફળતા પછી જ મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ આપી. 
 
- 1931માં પટેલને કોંગ્રેસના કરાચી અધિવેશનના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. એ સમયે જ્યારે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂની ફાંસી પર દેશ ગુસ્સામાં હતો. પટેલે એવુ ભાષણ આપ્યુ જે લોકોની ભાવનાને દર્શાવતુ હતુ. 
 
- પટેલે  ધીરે ધીરે બધા રાજ્યોને ભારતમાં વિલય માટે તૈયાર કરી લીધા હતા. પણ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. નિઝામે નિર્ણય કર્યો કે તે ન તો ભારત અને ન તો પાકિસ્તાનમાં સામેલ થશે.  સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને ખદેડવા માટે ઓપરેશન પોલો ચલાવ્યુ. વર્ષ 1948માં ચલાવેલ ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતુ.  આ ઉઓપરેશન દ્વારા નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તા પરથી હટાવી દીહ્દો અને હૈદરાબાદને ભારતનો ભાગ બનાવી લેવામાં આવ્યો. 
 
- દેશની આઝાદી પછી પટેલ પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી બન્યા.
 
- સરદાર પટેલના નિધન પર પંડિત નેહરુએ કહ્યુ હતુ, "સરદારનુ જીવન એક મહાન ગાથા છે. જેનાથી આપણે બધા પરિચિત છે અને આખો દેશ આ જાણે છે. ઈતિહાસ તેને અનેક પાન પર નોંધશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે.  ઈતિહાસ તેમને નવા ભારતનુ એકીકરણ કરનારા કહેશે અને તેમના વિશે ઘણુ બધુ કહ્શે. પણ અમારામાંથી અનેક લોકો માટે તેઓ આઝાદીંની લડાઈમાં અમારી સેનાના એક મહાન સેનાનાયકના રૂપમાં યાદ કરાશે. એક એવા વ યક્તિ જેમને મુશ્કેલ સમયમાં અન જીતની ક્ષણમાં બંને પ્રસંગે આપણને સાચી સલાહ આપી. 
 
- સરદાર પટેલજીનુ નિધન 15 ડિસેમ્બર 1950માં મુંબઈ મહારાષ્ટ્રમાં થયુ હતુ સન 1991મા સરદાર પટેલને મરોણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.