શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (11:46 IST)

પૂર્વ ગુજરાત સીએમ શંકર સિંહ વાઘેલા બોલ્યા - ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ બીજેપીનુ ષડયંત્ર

ગુજરાતના પૂર્વ મુખ્યમંતી શંકર સિંહ વાઘેલાએ દાવો કર્યો કે 14 ફેબ્રુઆરીના રોજ થયેલો પુલવામા હુમલો ગોધરાની જેમ બીજેપીનુ ષયંત્ર હતુ. બીજેપી અને કોંગ્રેસ પછી હવે એનસીપીઈમાં આવેલ વાઘેલાએ આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલામા ઉપયોગમાં લેવાયેલ આરડીએક્સથી લૈસ વાહનનુ શરૂઅતી રજીસ્ટ્રેશન ગુજરાતનુ હતુ.  બુધવારે વાઘેલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે બીજેપી સરકારે અતંકવાદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કર્યો. તેમણે કહ્યુ, છેલ્લા પાંચ વર્ષમાં અનેક આતંકી હુમલા થયા. 
 
ગુપ્ત માહિતી હતી તો પુલવામાની રાહ કેમ જોઈએ. - વાઘેલાએ એવુ પણ કહ્યુ કે બાલાકોટમાં થયેલ એયર સ્ટ્રાઈકમાં એક પણ વ્યક્તિ માર્યો નહોતો ગયો. બાલાકોટ એક સમજી વિચારેલુ ષડયંત્ર હતુ. પુલવામાં હુમલાને લઈને ગુપ્ત સૂત્રો પાસેથી સૂચના મળ્યા પછી પણ કોઈ માહિતી હતી તો તમે આ કૈપોને લઈને કોઈ પગલા કેમ ન ઉઠાવ્યા.  તમે કેમ પુલવામાં જેવી કોઈ ઘટના થવાની રાહ જોઈ રહ્યા ?
 
બીજેપીના નેતા પણ પાર્ટીથી ખુશ નથી - હુમલામાં બીજેપીના સસમેલ હોવાનો આરોપ લગાવતા વાઘેલાએ કહ્યુ ચૂંટણી જીતવા માટે  સાંપ્રદાયિક તનાવ ઉભો કરવામં આવી રહ્યો છે. ગુજરાત મુશ્કેલીમાં છે અને બીજેપીના નેતા પણ પાર્ટીથી ખુશ નથી. તેમણે લાગે છે કે બંધુઆ મજૂર બની ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વાઘેલાના નેતૃત્વમાં એનસીપીએ ગુજરાતમાં જોર શોરથી ચૂંટણી લડી છે.